RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ 1 - image


Image: Facebook

Rashtriya Swayamsevak Sangh: કેરળમાં સંઘના 3 દિવસના મંથનમાં જાતિગત વસતી ગણતરી પર વાતચીત થઈ. સંઘનું કહેવું છે કે હિંદુ સમાજમાં જાતિ અને જાતિ સંબંધિત મુદ્દા એક સંવેદનશીલ મામલો છે, આ આપણી રાષ્ટ્રીય એકતાનો પણ મહત્ત્વનો મુદ્દો છે. હવે સંઘના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિગત વસતી ગણતરી પર રાજકારણ ગરમાવી દીધું છે. કેરળમાં આરએસએસના ત્રણ દિવસના મંથનમાં જાતિગત વસતી ગણતરીવાળા વિમર્શની ગુંજ ઉઠી. આ દરમિયાન કોંગ્રેસે સંઘના નિવેદનને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે તે જાતિગત વસતી ગણતરીની પરવાનગી આપનાર તે કોણ છે. સાથે જ કોંગ્રેસે પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે મંગળવારે એક્સ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું, 'જાતિગત વસતી ગણતરીને લઈને આરએસએસની ઉપદેશાત્મક વાતોથી ઘણા મૂળભૂત સવાલ ઊભા થાય છે. શું આરએસએસની પાસે જાતિગત વસતી ગણતરી પર પ્રતિબંધ અધિકારો છે, જાતિગત વસતી ગણતરી માટે પરવાનગી આપનાર તે કોણ છે, આરએસએસનો શું અર્થ છે જ્યારે તે કહે છે કે ચૂંટણી પ્રચાર માટે જાતિગત વસતી ગણતરીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં? શું આ જજ કે અમ્પાયર બનવા જેવું છે? આરએસએસે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી માટે અનામત પર 50 ટકાની મર્યાદાને હટાવવા માટે બંધારણીય સુધારાની જરૂરિયાત પર રહસ્યમયી મૌન કેમ સાધી રાખ્યું છે?'

જાતિગત વસતી ગણતરી એક સંવેદનશીલ મુદ્દો

જયરામ રમેશે કહ્યું, 'RSSએ લીલી ઝંડી બતાવી દીધી છે તો શું હવે નોન-બાયોલોજિકલ વડાપ્રધાન કોંગ્રેસની વધુ એક ગેરંટીને હાઇજેક કરશે અને જાતિગત વસતી ગણતરી કરાવશે?' સંઘે કહ્યું છે કે જાતિગત વસતી ગણતરી એક સંવેદનશીલ મુદ્દો છે અને તેની પર રાજકારણ થવું જોઈએ નહીં. સંઘનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ સતત જાતિગત વસતી ગણતરીની માગ કરી રહ્યું છે અને ભાજપને પછાત અને દલિત વિરોધી ગણાવવાનું નેરેટિવ સેટ કરી રહ્યું છે. સરકારમાં ભાજપના સહયોગી જેડીયૂ, એલજેપી (રામવિલાસ) અને અપના દળ પણ જાતિગત વસતી ગણતરીના સમર્થનમાં છે. દરમિયાન સવાલ એ છે કે હવે સંઘના મેસેજ બાદ ભાજપનું વલણ શું હશે. જોકે, ઘણી વખત ભાજપ પણ વિપક્ષ પર જાતિગત વસતી ગણતરીના બહાને સમાજને વહેંચવાનો આરોપ લગાવતો રહ્યો છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે શું કહ્યું?

આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરનું કહેવું છે કે હિંદુ સમાજમાં જાતિ અને જાતિ સંબંધિત મુદ્દા એક સંવેદનશીલ મામલો છે, આ આપણી રાષ્ટ્રીય એકતાનો પણ મહત્ત્વનો મુદ્દો છે તેથી તેને ગંભીરતાથી જોવો જોઈએ. તેને ચૂંટણી મુદ્દો અને રાજકારણની જેમ જોવો જોઈએ નહીં. સમાજ કલ્યાણની યોજનાઓ માટે ખાસ કરીને કોઈ એવી જાતિ માટે જે પાછળ રહી ગઈ છે.

બેઠકમાં જાતિગત વસતી ગણતરી પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ અમુક વાતો કહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાગવતે કહ્યું હતું કે રાજનેતાઓનું કામ સમાજને જાતિમાં વહેંચીને ફાયદો ઉઠાવવાનું છે. આ માટે જાત-ભાતની રીત અપનાવવામાં આવે છે. આપણે સંઘના વિચારના આધારે સૌને સાથે લઈને ચાલવાનું છે. સામાજિક સૌહાર્દ જાળવી રાખવું આપણું કર્તવ્ય છે. રાજકીય દળ સ્વાર્થના કારણે સામાજિક વર્ગીકરણની માગ કરતાં રહેશે.


Google NewsGoogle News