Get The App

'મુસ્લિમો પણ અમારા, આ દેશ જેટલો અમારો એટલો જ એમનો, RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખે કહ્યું - અમારા માટે કોઈ પારકું નથી

અમે સમગ્ર સમાજને સંગઠિત કરવા માગીએ છીએ : મોહન ભાગવત

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
'મુસ્લિમો પણ અમારા, આ દેશ જેટલો અમારો એટલો જ એમનો, RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન 1 - image

સરસંઘચાલક ડો.મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગે છે. સંઘ માટે કોઈ પારકું નથી. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે મુસ્લિમો (Muslim) અમારાથી અલગ નથી, તેઓ પણ અમારા જ છે. આ દેશ જેટલો અમારો છે એટલો જ એમનો પણ છે. 

મોહન ભાગવતે શું શું કહ્યું? 

તેમણે કહ્યું કે કોઈના વિરોધને કારણે સંઘને કોઈ નુકસાન ન થઈ રહ્યું હોય તેના પર ચોક્કસપણે નજર રાખવામાં આવશે. લખનઉમાં અવધ ખાતે ચાર દિવસના રોકાણ દરમિયાન તેમણે એક બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ભાવિ વ્યૂહરચના તૈયાર કરી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘ પ્રમુખની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે ભાજપને લવ જેહાદ અને ધર્મ પરિવર્તન સહિતના વિવિધ મુદ્દાઓ પર વધુ ગંભીરતાથી કામ કરવાની સલાહ પણ આપી છે.

ભાગવતે કહ્યું કે સંઘ સર્વ લોકયુક્ત ભારતમાં માને છે

તેમના આ મુલાકાતના અંતિમ દિવસે નિરાલા નગરમાં સરસ્વતી કુંજ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી. ભાગવતે કહ્યું કે સંઘ સર્વ લોકયુક્ત ભારતમાં માને છે. અમારો પ્રયાસ સંઘ સાથે વધુને વધુ લોકોને જોડીને વિકસતા રાષ્ટ્રનો પાયો મજબૂત કરવાનો છે. સ્વયંસેવકો દ્વારા સમાજના ઉત્થાન માટે થઈ રહેલા કાર્યોને ટાંકીને તેમણે દરેકને તેમાં જોડાવા અપીલ કરી હતી. સંઘ પ્રમુખે કહ્યું કે સામાજિક પરિવર્તન લાવવા અને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે દરેકે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. સમગ્ર રાષ્ટ્રને એક કરવા માટે આ દિશામાં દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે તે જરૂરી છે. સંઘ ઈચ્છે છે કે વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં દરેક વ્યક્તિ યોગદાન આપે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News