Get The App

કાશી વિશ્વનાથના મંદિરના પૂજારીને રૂ. 90,000 પગાર

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
કાશી વિશ્વનાથના મંદિરના પૂજારીને રૂ. 90,000 પગાર 1 - image


- કુલ 50,000 પૂજારી નીમવામાં આવશે

- બસ સ્ટેન્ડો, સ્ટેશનો અને ઘાટો પર રહેનારાઓને રોજ પ્રસાદ વિતરણ કરાશે

વારાણસી : વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે ૫૦ હજાર પૂજારીઓની ભરતી કરવામાં આવશે. પૂજારીઓની આ ભરતી ત્રણ શ્રેણીમાં થશે. સૌથી વરિષ્ઠ પૂજારીને ૯૦,૦૦૦ વેતન, તેના પછીના સ્તરના પૂજારીને પ્રતિ માસ ૭૦,૦૦૦ વેતન અને સહાયક પૂજારીને ૪૫,૦૦૦ વેતન આપવામાં આવશે.

આટલું જ નહીં પૂજારીઓને રાજ્ય કર્મચારીઓની જેમ અનેક ભથ્થા આપવામાં આવશે. કાશ્વી વિશ્વનાથ મંદિર ન્યાસની ૧૦૫મી બેઠકમાં પૂજારી સેવા નિયમાવલીને લઈને સંમતિ બની ગઈ છે. કમિશ્નરી સભાગારમાં આયોજિત બેઠકની શરુઆત ન્યાસના વડા પ્રોફેસર નાગેન્દ્ર પાંડેના અધ્યક્ષ પદ હેઠળ થઈ હતી. 

તેની સાથે એ પણ નિર્ણય થયો કે મંદિર તરફથી સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા દરેક સ્તર પર યોજાશે. શહેરના સ્ટેશનો, બસ સ્ટેન્ડો અને ઘાટો પર રહેનારાઓને પ્રતિ દિન બાબાનો પ્રસાદ બનાવી વિતરણ કરવામાંઆવશે. 

મંદિરના જ અન્ન ક્ષેત્રમાં પ્રસાદ તૈયાર કરીને તેનું પેકિંગ તૈયાર કરી મંદિરના વાહનો જ તેનું શહેરમાં વિતરણ કરશે.પ્રસાદમાં ખીચડી, છોલે ચાવલ, પુરી સબ્જી વગેરેનો પ્રસ્તાવ છે. બેઠકમાં ભૂમિ અને ભવનનો ઉપયોગ કરવા માટે એક આર્કિટેક્ટ કંપનીને નીમવાની વાતને લઈને સંમતિ બની છે. દર્શનાર્થીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને સગવડોમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવાયો.


Google NewsGoogle News