Get The App

મંત્રીઓના પગાર અને સરકારી મહેમાનોની યજમાની અને મનોરંજન માટે 1024 કરોડની ફાળવણી

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
મંત્રીઓના પગાર અને સરકારી મહેમાનોની યજમાની અને મનોરંજન માટે 1024 કરોડની ફાળવણી 1 - image


Budget 2025: કેન્દ્રીય બજેટ 2025-26માં કેન્દ્રીય પ્રધાનો, કેબિનેટ સચિવાલય અને વડાપ્રધાન કાર્યાલય તથા સરકારી મહેમાનોની યજમાની અને મનોરંજન માટે 1024.30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 2024-25માં આ રકમ 1021.83 કરોડ રૂપિયા હતી. 

કેન્દ્રીય મંત્રીના ખર્ચાઓ માટે 619.04 કરોડ રૂપિયા ફાળવ્યા

શનિવારે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સિતારામણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કેન્દ્રીય મંત્રીના ખર્ચાઓ માટે 619.04 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખર્ચની આ રકમમાં કેન્દ્રીય મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને પૂર્વ વડાપ્રધાનોના પગારો અને ભથ્થાઓ, પ્રવાસ ખર્ચાઓનો સમાવેશ થાય છે. આ રકમમાં વીવીઆઇપીના ફ્લાઈટનો ખર્ચનો પણ સમાવેશ થાય છે. નેશનલ સિક્યુરિટી સેક્રેટેરિએટને 182.75 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 

આ પણ વાંચો: નાણામંત્રી નિર્મલાના બજેટમાં રેલવેનો ઉલ્લેખ જ નહીં, ફંડની ફાળવણીમાં 1 રૂપિયો પણ ન વધાર્યો


આ રકમ 2024-25માં 270.08 કરોડ રૂપિયા હતી. 70.12 કરોડ રૂપિયા પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝરની ઓફિસને ફાળવવામાં આવ્યા છે. 2024-24માં આ રકમ કેબિનેટ સચિવાલયને 75.68 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ 2024-25માં 73.98 કરોડ રૂપિયા હતી. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને 70.91 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ 2024-25માં 65.30 કરોડ રૂપિયા હતી.

મંત્રીઓના પગાર અને સરકારી મહેમાનોની યજમાની અને મનોરંજન માટે 1024 કરોડની ફાળવણી 2 - image


Google NewsGoogle News