રૂ. 6000 કરોડની બેંક છેતરપિંડી : ઇડીના પ.બંગાળમાં દરોડા
- કોલકાતા, હાવડામાં ત્રણ સ્થળોએ તપાસ
- ડિસેમ્બરમાં ઇડીએ કોનકાસ્ટ સ્ટીલ અને પાવરના પ્રમોટર સંજય સુરેકાની આ કેસમાં ધરપકડ કરી હતી
કોલકાતા : ૬૦૦૦ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોલકાતા અને હાવડામાં ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતાં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ દરોડા ઉદ્યોગપતિના રહેઠાણ અને કાર્યાલયોમાં પાડવામાં આવ્યા હતાં.
અધિકારીએ જણાવ્યું બતિં કે કેસની તપાસ દરમિયાન આ અપરાધમાં અનેક શેલ કંપનીઓ અને એજન્સીઓ મળી આવી છે. આ વ્યકિત આવી જ એક એજન્સીના ડાયરેક્ટર છે. અમે આ અપરાધ સાથે સંકળાયેલા લોકોને શોધવા અને કેટલા નાણાની છેતરપિંડી કરવામાં આવી તે શોધવા આ દરોડા પાડી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ઇડીએ કોનકાસ્ટ સ્ટીલ અને પાવરના પ્રમોટર સંજય સુરેકાની આ કેસમાં ધરપકડ કરી હતી. એજન્સીએ તેમની પાસેથી ૪.૫ કરોડ રૂપિયાની જ્વેલરી અને વિવિધ વિદેશી વૈભવી કારો જપ્ત કરી હતી.
ઝારખંડમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં છેતરપિંડી કરનાર ઉદ્યોગપતિની ધરપકડ પછી આ કેસ ૨૦૨૨માં નોંધવામાં આવ્યો હતો.