Get The App

પશ્ચિમ રેલવેમાં નોકરીની તકો, 5000 પદ માટે ધોરણ 10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકશે

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
RRC WR Recruitment


RRC WR Recruitment 2024 Registration Begins: પશ્ચિમ રેલવેની રેલ્વે રિક્રુટમેન્ટ સેલ 5000થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે, તેઓએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા આજથી એટલે કે 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા ઉમેદવારોને કુલ 5066 એપ્રેન્ટિસ પદો પર કરવામાં આવશે. તમે આ ભરતીઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો અહીં તપાસી શકો છો.

આ રીતે કરો અરજી

આરઆરસી ડબ્લ્યૂઆરના આ પદો માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે પશ્ચિમ રેલવેની સત્તાવાર વેબસાઈટ પર rrc-wr.com ની મુલાકાત લેવાની રહેશે. જ્યાં અપ્લાય ક્લિક કરી જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ દેશના સૌથી ધનિકમાં અદાણી નં. 1, પરંતુ કૉર્પોરેટ ટેક્સ ભરતી ટોપ 10 કંપનીમાં અદાણીની એકેય નહીં

લાયકાત

કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આ સાથે ધોરણ 10માં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જરૂરી છે. ત્રીજી પાત્રતા એ છે કે ઉમેદવાર પાસે સંબંધિત વેપારમાં ITIનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અરજી કરવાની વય મર્યાદા 15 થી 24 વર્ષ છે. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.

છેલ્લી તારીખ શું છે

RRC WRની આ જગ્યાઓ માટેની અરજીઓ આજથી એટલે કે 23 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2024 છે. વધુ વિગતો માટે ઉપરોક્ત વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

પસંદગી કેવી રીતે થશે?

આ પદો પર પસંદગી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી. તેમની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. 10માં માર્કસ અને ITI માર્કસના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પસંદગી માટે ભારત સરકારના એપ્રેન્ટિસશીપ નિયમોનું પાલન કરવામાં આવશે.

ફી

RRC WR ની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ફી પેટે રૂ.  100 ચૂકવવા પડશે. અનામત વર્ગના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને ફી ચૂકવવાની જરૂર નથી.

પશ્ચિમ રેલવેમાં નોકરીની તકો, 5000 પદ માટે ધોરણ 10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકશે 2 - image


Google NewsGoogle News