રેલવેમાં નોકરી કરવા ઈચ્છુકો માટે સારા સમાચાર, 12 પાસ ઉમેદવારો માટે 3445 જગ્યાઓ પર ભરતી
Railway Recruitment 2024 : રેલવે ભરતીમાં નોકરી કરવા ઈચ્છુકો માટે ખુશી સમાચાર છે. જેમાં રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં (NTPC) 12 પાસ ઉમેદવારો માટે 3445 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. રેલવેની આ ભરતી માટે આજથી (21 સપ્ટેમ્બર) ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે.
આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
RRB દ્વારા બહાર પડાવામાં આવેલી ભરતીમાં ફોર્મ ભરવા માટે તેની ઓફિસિયલ સાઈટ rrbapply.gov.in પરથી ફોર્મ ભરવાનું રહેશે. જેમાં અરજી કરવાની છેલ્લા તારીખ 20 ઓક્ટોબર છે, જ્યારે ફી જમા કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર છે.
આ પોસ્ટમાં ભરતી પાડવામાં આવી
- કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની 2022 જગ્યા
- એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 361 જગ્યા
- જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 990 જગ્યા
- ટ્રેન ક્લાર્કની 72 જગ્યા
કોણ કરી શકશે આવેદન
આ ભરતીમાં 12 પાસ અથવા તેને સમકક્ષ અભ્યાસ ધરાવતા ઉમેદવાર ફોર્મ ભરી શકશે. જેમાં જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોને 12માં ઓછામાં ઓછા 50 ટકા અને SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે માત્ર પાસ હોવું જરૂરી છે. જેમાં વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષ અંદરની છે, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
ભરતીમાં જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા અને SC/ST/PWD અને મહિલા ઉમેદવારોએ 250 રૂપિયા ચૂકવવાની રહેશે.