રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, આજથી ફૉર્મ ભરવાનું શરુ; આ રીતે કરી શકો છો અરજી
Image: FreePik |
RRB Technical Recruitment Application: એન્જિનિયરિંગ ડિપ્લોમા કરી રેલવેમાં નોકરી મેળવવા ઇચ્છુકો માટે મહત્ત્વના સમાચાર છે. રેલવેએ જેઈ કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ સહિત વિવિધ પદ પર ભરતી જાહેર કરી છે. આ પદ માટે આજથી 30 જુલાઈથી અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઇચ્છુક ઉમેદવારો રેલવેની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પરથી અરજી કરી શકાશે.
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) કુલ 7951 પદ માટે ભરતી કરશે. જેમાંથી 17 ભરતી ગોરખપુરમાં કેમિકલ સુપરવાઇઝર-રિસર્ચ અને મેટલર્જિકલ સુપરવાઇઝર-રિસર્ચ પદ માટે છે. તદુપરાંત જુનિયર એન્જિનિયર, ડિપો મટિરિયલ સુપરિટેન્ડન્ટ, કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ માટે 7934 પદ પર નિમણૂક કરાશે. અરજી 30 જુલાઈથી 29 ઑગસ્ટ સુધી કરી શકાશે. જેમાં મોડિફિકેશન 30 ઑગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી યોજાશે.
શું છે યોગ્યતા?
કેમિકલ સુપરવાઇઝર-રિસર્ચ અને મેટલર્જિકલ સુપરવાઇઝર પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. તેમજ અન્ય પદ માટે અરજી કરવા સંબંધિત વિષયમાં ત્રણ વર્ષની ડિપ્લોમા એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ.
વયમર્યાદા
અરજદારની વય મર્યાદા 18થી 26 વર્ષની હોવી જોઈએ. તેમાં ઓબીસી વર્ગ માટે 3 વર્ષ અને એસસી અને એસટી કેટેગરીમાં 5 વર્ષની છૂટ મળે છે. એસસી, એસટી, ભૂતપૂર્વ સૈનિક, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અને આર્થિક રીતે પછાત લોકો માટે અરજી ફી રૂ. 250 અને જનરલ કેટેગરી માટે અરજી ફી રૂ. 500 છે.
આ રીતે કરો અરજી
આરઆરબીની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પર ક્લિક કરો.
અપ્લાય પર ક્લિક કરી એકાઉન્ટ ક્રિએટ કરો. બાદમાં લોગઇન કરી અરજી ફૉર્મ ભરો.
અરજી ફૉર્મમાં જરૂરી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરી ફી જમા કરો.
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર કન્ફર્મેશનનો મેસેજ આવશે.
પસંદગી પ્રક્રિયા
અરજદારોની પસંદગી બે તબક્કામાં સીબીટી પરીક્ષાના માધ્યમથી થશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ડૉક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બાદમાં મેડિકલ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ નોકરી પર હાજર થવાનું રહેશે.