અંતિમ સંસ્કારનાં 4 મહિના પછી પરિવારને પાછો મળ્યો પુત્ર! ટ્રેનમાં બેસી છેક બીજા રાજ્યમાં પહોંચી ગયો
Bihar Shocking News: બિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના જાણે એવી છે કે, અર્જુન કુમાર નામનો એક માનસિક રીતે અસ્વસ્થ સગીર યુવક હિમાચલ પ્રદેશથી બિહાર પોતાના ગામ જવા નિકળ્યો હતો. પરંતુ તે ભૂલથી મુંબઇ પહોંચી ગયો હતો.
20 વર્ષીય આ યુવકને તેના પરિવારજનોએ ખૂબ શોધ્યો. આખરે ઘણી શોધખોળ કર્યા બાદ પણ તે ન મળતા તેના પરિવારે ખોવાઇ ગયેલા માનસિક અસ્વસ્થ દિકરાને મૃત સમજી તેનાં અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. બાદમાં 9 મહિના બાદ રેલવે સુરક્ષા દળે (RPF) શોધખોળ કરતાં તે મુંબઇના ઠાણે જીલ્લામાં રેલવે સ્ટેશન પર ભીખ માંગતા દેખાયો હતો. આખરે તેને તેના પરિવારને ફરી સોંપવામાં આવ્યો હતો.
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ 9 મહિના પછી બિહારના 20 વર્ષીય છોકરાને તેના પરિવાર સાથે ફરીથી મળાવી આપ્યો છે. પરિવારના સભ્યોએ તેને મૃત માનીને તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. પણ સુરક્ષા અધિકારીઓની મહેનતે તેને નવજીવન આપ્યું હતું.
6 જૂન, 2024 ના રોજ જ્યારે આરપીએફ સેન્ટ્રલ રેલ્વેએ અર્જુનને તેના પિતા, ગન્હોરી દાસ સાથે ફરીથી મળાવી આપ્યો, જેઓ તેમના પુત્રના મૃત્યુની ધારણા કરી બેઠા હતા. ત્યારે તેમનાં ભાવનાત્મક પુનઃમિલનથી અર્જુનના પરિવાર અને સ્થાનિક સમુદાયને રાહત મળી હતી અને તેમણે પોલીસનો આભાર માન્યો હતો.
અહેવાલ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે અર્જુન કુમાર નામનો યુવક ઓગસ્ટમાં ગુમ થઈ ગયો હતો જ્યારે તે હિમાચલ પ્રદેશથી બિહારમાં પોતાના વતન જવા નીકળ્યો હતો. તેના માતા-પિતા હિમાચલમાં કામ કરતા હતા. આરપીએફ મુંબઈના વરિષ્ઠ વિભાગીય સુરક્ષા કમિશનર ઋષિ કુમાર શુક્લાને કલ્યાણ રેલવે સ્ટેશનની આસપાસ એક યુવક ફરતો હોવાની માહિતી મળી હતી. આ પછી તેણે યુવક વિશે જાણવા સૂચના આપી હતી.