યુટ્યુબર કામ્યા જાનીના જગન્નાથ મંદિર જવા પર કેમ થઇ રહ્યો છે વિવાદ, BJP કરી રહી છે ધરપકડની માંગ
Image:Twitter
નવી દિલ્હી,તા. 22 ડિસેમ્બર 2023, શુક્રવારે
ફેમસ યુટ્યુબર કામ્યા જાનીની જગન્નાથ મંદિરની મુલાકાતે નવો હોબાળો મચાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી એ ઓડિશાના પુરીમાં કામ્યા જાનીની 12મી સદીના જગન્નાથ મંદિરની મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો છે.
શા માટે વિરોધ ?
ફેમસ યુટ્યુબર કામ્યા જાનીની જગન્નાથ મંદિરની લઇને પાર્ટીનું કહેવું છે કે, બીફ મીટનો પ્રચાર કરનાર વ્યક્તિને જગન્નાથ મંદિર જેવા પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? એટલું જ નહીં ભાજપે કામ્યા જાનીની ધરપકડની પણ માંગ કરી છે.
ઓડિશાના શાસક બીજુ જનતા દળ (બીજેડી) અને BJPનું રાજ્ય એકમ આ મુદ્દે સામસામે આવી ગયા છે કારણ કે, ભાજપનું કહેવું છે કે બીજેડી નેતા વીકે પંડ્યાન પણ કામ્યા સાથે મંદિરમાં ગયા હતા અને મંદિરનો મહાપ્રસાદ લીધો હતો. બીજી તરફ બીજેડીએ પણ ભાજપના આરોપો પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, પાર્ટી મંદિરના વિકાસ પ્રત્યે અસહિષ્ણુ છે.
ધરપકડની માંગ
જતિન મોહંતે માંગ કરી છે કે, યુટ્યુબર કામ્યા જાનીને કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 295 હેઠળ ધરપકડ કરવામાં આવે. ભાજપે એ વાત પર પણ વાંધો ઉઠાવ્યો છે કે, કામ્યા કેવી રીતે જગન્નાથ મંદિરની અંદર કેમેરા લઈ જઇ શકે? જ્યારે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કામ્યા જાનીએ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે વીકે પંડ્યાન સાથે વાત કરતી જોવા મળી રહી છે. જેમાં વી.કે.પંડ્યાન મહાપ્રસાદનું મહત્વ, હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ અને મંદિરના વિકાસને લગતા મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે.
વધી રહેલા વિવાદને જોઈને કામ્યા જાનીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કામ્યાએ પોસ્ટમાં લખ્યું, “એક ભારતીય હોવાના નાતે હું ભારતની સંસ્કૃતિ અને વારસો જોવા માંગુ છું. મેં ભારતના તમામ જ્યોતિર્લિંગો અને ચાર ધામોની મુલાકાત લીધી છે અને તે મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. જ્યારે હું જાગી, ત્યારે મેં એક વિચિત્ર સમાચાર વાંચ્યા જેમાં જગન્નાથ મંદિરની મારી મુલાકાત વિશે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. મને કોઈએ કંઈ પૂછ્યું નથી, પરંતુ તેમ છતાં હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, ન તો હું બીફ ખાઉં છું અને ન તો મેં ક્યારેય બીફ ખાધું છે. જય જગન્નાથ.”