વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી પથ્થરમારો, કાંચ તૂટ્યો, આ રાજ્યમાં બની ઘટના, કોઈ જાનહાનિ નહીં
અવાર-નવાર અનેક રાજ્યોમાંથી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે
રવિવારે રાતે રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી
vande bharat Stone pelting | ભારતીય રેલવે જ્યાં એકબાજુ દશા અને દિશા બદલવા પ્રયાસ કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ અરાજક તત્વો સતત તેના આ પ્રયાસોને બગાડવા પ્રયાસ કરી રહ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ આવતા રેલવેની પરંપરાગત છબિમાં બદલાવ થયો છે. દેશભરમાં વંદે ભારત એક્સપ્રેસનો જાળ પથરાતો જઈ રહ્યો છે પણ રેલવેનો વિકાસ કદાચ અમુક લોકોને રાસ નથી આવી રહ્યો. અવાર-નવાર અનેક રાજ્યોમાંથી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે.
કયા રુટની ટ્રેન પર થયો પથ્થરમારો
રવિવારે રાતે રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. ઈસ્ટ કોસ્ટ રેલવેએ સોમવારે આ ઘટના અંગે માહિતી આપાી. આ ઘટના ઢેંકનાલ-અંગુલ રેલવે વિભાગમાં મેરામંડલી અને બુધપંક સ્ટેશનો વચ્ચે બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે મોટા નુકસાનની માહિતી નથી. એક બારીનો કાંચ તૂટી પડ્યો હતો. અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આરપીએફને આપી હતી. સ્થાનિક પોલીસને આ મામલે માહિતી આપી હતી.