રિતિકા અને અનુષ્કા વચ્ચે જોવા મળી દૂરી, મેચ દરમિયાન ના કરી એકબીજા સાથે વાત
નવી દિલ્હી, તા. 7. જુલાઈ 2019 રવિવાર
વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ જોવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ પહોંચી હતી.આ સિવાયના ક્રિકેટર્સની પત્નીઓ પણ સ્ટેન્ડમાં નજરે પડી હતી.
જોકે જે વાતની સૌથી વધારે ચર્ચા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે તે એ છે કે, રિતિકા અને અનુષ્કા શર્માએ સમગ્ર મેચ દરમિયાન એકબીજાથી અંતર જાળવી રાખ્યુ હતુ.બંને એક બીજાથી દુર બેઠા હતા અને મેચ દરમિયાન તેમણે એક બીજા સાથે વાત પણ કરી નહોતી.
મેચ દરમિયાન રોહીત શર્મા અને કે એલ રાહુલે સદી ફટકારી હતી.આ ખેલાડીઓની સાથે સાથે કેમેરો વારંવાર સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓને પણ દર્શાવી રહ્યો હતો.જે દરમિયાન જોવા મળ્યુ હતુ કે, અનુષ્કા એક છેડા પર અને રિતિકા તેનાથી ઘણી દુર બીજા છેડા પર બેઠી હતી.જેના કારણે બંને ક્રિકેટર્સની પત્નીઓ વચ્ચે કંઈક ખટરાગ હોવાની અટકળો પણ શરુ થઈ છે.
તમને યાદ કરાવી દઈએ કે, ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં રોહિત શર્માને સ્થાન મળ્યુ નહોતુ.જેના પગલે કોહલી અને રોહિત શર્માએ એક બીજાને સોશ્યલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા.એટલુ જ નહી રોહિતની પત્નીએ વિરાટની પત્નીને પણ અનફોલો કરી દીધી હતી.
એવુ લાગે છે કે, આ ઘટનાની કડવાશ હજી ગઈ નથી.