શરદ પવાર-અજિત પવાર ફરી સાથે આવશે? રોહિત પવારે સ્પષ્ટ કર્યું ચિત્ર
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં હાલ શરદ પવાર અને અજિત પવારના એક થવાની ચર્ચા તેજ બની છે. આ વચ્ચે એનસીપી શરદચંદ્ર પવાર જૂથના ધારાસભ્ય રોહિત પાટિલે નાયબ મુખ્યમંત્રી અને NCP ચીફ અજિત પવાર સાથે મુલાકાત બાદ આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે આ મીટિંગ અંગે રોહિત પવારે સ્પષ્ટતા કરી છે.
'વિકાસ સંબંધી મુદ્દાઓને લઈને બેઠક થઈ હતી'
રોહિત પવારે શુક્રવાર (20 ડિસેમ્બર)એ કહ્યું કે, 'વિપક્ષી ધારાસભ્યોએ પોતાના વિધાનસભા વિસ્તારના વિકાસ કાર્યો અને રાજ્યથી સંબંધિત મુદ્દાઓ માટે સત્તામાં બેઠેલા લોકોને મળવાની જરૂર છે. આ બેઠકોને રાજકીય રંગ આપવો ખોટું છે. મેં કાલે અજિતદાદા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરી. તેઓ સત્તામાં છે અને વિકાસ કાર્યો માટે નાણાં ઉપલબ્ધ કરાવે છે. વિકાસ કાર્યો પર રાજનીતિ ન થવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યથી આવું થઈ રહ્યું છે.'
રોહિત પાટિલે પણ કરી હતી મુલાકાત
જણાવી દઈએ કે, હાલમાં જ દિવંગત ગૃહમંત્રી આર.આર.પાટિલના દીકરા ધારાસભ્ય રોહિત પાટિલ અને અજિત પવારની મુલાકાત કરી હતી. જ્યારબાદથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શરદ પવાર અને અજિત પવાર ફરીથી એકસાથે આવી શકે છે.
તો આ વચ્ચે રોહિત પવારની માતા સુનંદા પવારે કહ્યું કે, એક સંયુક્ત પરિવાર શક્તિ છે અને જે પ્રકારે લોકોને લાગે છે કે પરિવારને ફરી એકવાર એક સાથે આવવું જોઈએ, મને પણ એવું જ લાગે છે. વર્ષોથી પવાર પરિવારની પેઢીઓ તમામ સુખ-દુઃખમાં એક સાથે રહી છે.