Get The App

‘EDને મારા પ્રત્યે ખૂબ પ્રેમ, વારંવાર બોલાવશે’ પૂછપરછ બાદ રોબર્ટ વાડ્રાએ કર્યો કટાક્ષ

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
‘EDને મારા પ્રત્યે ખૂબ પ્રેમ, વારંવાર બોલાવશે’ પૂછપરછ બાદ રોબર્ટ વાડ્રાએ કર્યો કટાક્ષ 1 - image


Robert Vadra on ED Inquiry : પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની બુધવારે (16 એપ્રિલ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ગુરુગ્રામમાં DLF જમીન કૌભાંડ કૌભાંડના મામલે ઈડી દ્વારા આ પૂછપરછ કરવામાં આવી છે.

રોબર્ટ વાડ્રાની આવતીકાલે ફરી પૂછપરછ

રોબર્ટ વાડ્રાની આજે પૂછપરછ પૂર્ણ થઈ છે અને તેમને આવતીકાલે (17 એપ્રિલ) સવારે 11 વાગ્યે દિલ્હી સ્થિત મુખ્યાલયમાં ફરીથી બોલાવવામાં આવ્યા છે. તેઓ આજે કોંગ્રેસના કાર્યકરો સાથે પગપાળા ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. ઈડી હરિયાણાના શિકોહાબાદમાં 2008ના જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે.

ED મને ખૂબ પ્રેમ કરે છે : વાડ્રાનો કટાક્ષ

પત્રકારો સાથે વાત કરતી વખતે રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, 'ED મને ખૂબ પ્રેમ કરે છે તેથી જ તેઓ મને વારંવાર બોલાવતા રહેશે. જ્યારે પણ હું લોકો અથવા લઘુમતીઓના હિતમાં બોલું છું અથવા રાજકારણમાં પ્રવેશવાનું વિચારતો હોવાના સંકેત આપું છું, ત્યારે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે. આ કેસમાં કંઈપણ નથી. કોઈપણ બાબત સમજવામાં 20 વર્ષ લાગતા નથી. હું 15 વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં ગયો છું. મારી એક સમયે 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે.’

આ પણ વાંચો : ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ

શું હતો સમગ્ર કેસ? 

આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતા. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકર જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતાં વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. 

રોબર્ટ વાડ્રા પર શું છે આરોપ? 

રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હૉસ્પિટેલિટી પ્રાયવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન ઍન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાયસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી આપી ન હતી. 

આ પણ વાંચો : આગામી સપ્તાહે ભારત આવશે અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ, PM મોદી સાથે કરશે મુલાકાત

Tags :