ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશબંધી, કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે દસમો દિવસ છે, આસામના બિષ્ણુપુરમાં પૂર્ણ થશે
Bharat Jodo Nyay Yatra: આસામના ગુવાહાટીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. ગુવાહાટીમાં અંદર જવા દેવા ન હોવાના કારણે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વહીવટીતંત્રનું કહેવું છે કે શહેરની અંદર યાત્રા કાઢવાની મંજૂરી નથી, જ્યારે રાહુલ ગાંધીની યાત્રા શહેરની અંદર જ થઈ રહી હતી. આ પછી પોલીસે બેરિકેડ લગાવી દીધા. જેને લઈને રાહુલ ગાંધીની બસ સાથે ચાલી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.
વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રોકવામાં આવી રહ્યા છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુવાહાટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાના હતા. રાહુલ ગાંધીએ કહ્યું છે કે 'વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રોકવામાં આવી રહ્યા છે.'
વહીવટીતંત્રનું કહેવું છે કે રાહુલ ગાંધીની યાત્રાને ગુવાહાટી શહેરની અંદર જવાની મંજૂરી નથી. તેમને શહેરની બહારના વિસ્તારમાંથી પસાર થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ સાથે ઘર્ષણ બાદ વધુ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ભારત જોડો ન્યાય યાત્રા સવારે 10 વાગ્યે ક્વીન્સ હોટલથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધીનું ગુવાહાટીમાં જાહેર સંબોધન પણ થવાનું છે. આજે આ યાત્રાનો દસમો દિવસ છે જે આસામના બિષ્ણુપુરમાં પૂર્ણ થશે.