Get The App

રોડ બન્યો 1869 કરોડમાં અને ટોલ ટેક્સ વસૂલાયો 8349 કરોડ, સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ભભૂક્યો

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
રોડ બન્યો 1869 કરોડમાં અને ટોલ ટેક્સ વસૂલાયો 8349 કરોડ, સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ભભૂક્યો 1 - image
                                                                                                                                                                                         Image: Freepik

Toll Tax: ક્યારેક નકલી ટોલનાકાના ઘટસ્ફોટના કારણે તો ક્યારેક ટોલનાકા પરના વાઇરલ વીડિયોથી ભારતના ટોલ પ્લાઝા અવાર-નવાર ચર્ચામાં રહે છે. જોકે, હાલ ટોલનાકાની ચર્ચા RTIમાં સરકારે કરેલા એક ચોંકાવનારા ખુલાસાથી થઈ રહી છે. એક નેશનલ હાઈવેનું નિર્માણ 1896 કરોડ રૂપિયામાં થયું હતું, પરંતુ તેના પર બનાવેલા ટોલ પ્લાઝા પર 8 હજાર કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી છે.

એક RTIમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, NH-8 નું નિર્માણ રાજસ્થાનમાં ગુરૂગ્રામ-કોટપૂતલી-જયપુર સુધી ક્યારે થયું અને ટોલ ટેક્સ ક્યારથી લાગુ કરવામાં આવ્યો?

તેના જવાબમાં સરકારે જણાવ્યું કે, આ ટોલ પ્લાઝા પર 3 એપ્રિલ 2009થી ટોલ વસૂલાઈ રહ્યો છે. ત્યારબાદ સરકારને પૂછવામાં આવ્યું હતું કે, ‘આ રસ્તાના નિર્માણમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને તેમાં સરકારી ભાગ કેટલો હતો?’

તેના જણાવાયું હતું કે, ‘આ હાઈવે નિર્માણમાં 1896 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.’ 

આ પણ વાંચોઃ ફરી મોટી ટ્રેન દુર્ઘટના, જબલપુરમાં એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

RTIમાં બીજો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે, ‘આ રસ્તા પર અત્યાર સુધી કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે? તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે, ‘2023 સુધી આ ટોલથી 8349 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.’ 

નોંધનીય છે કે, જેટલી રકમમાં ટોલ ટેક્સના રૂપે સરકાર દ્વારા વસૂલવામાં આવી છે, તેટલા રૂપિયાથી તો ગુરૂગ્રામથી જયપુરને જોડનારા 4 બીજા હાઈવે બની શકે છે. આમ છતાં હજુ સુધી આ ટોલ પ્લાઝાને બંધ કરાયા નથી. 

આ પણ વાંચોઃ વકફ ઐતિહાસિક સ્મારકો પર ખોટા દાવા કરી રહ્યું છે : પુરાતત્વ વિભાગ

આ ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. તેમનો સવાલ છે કે, વાહન લેતી વખતે રોડ ટેક્સ ભરી દેવામાં આવે છે તો પછી રસ્તા પર ચલાવવા માટે દર 50 કિલોમીટરે ટોલ ટેક્સ કેમ વસૂલાય છે?

તો એક અન્ય યુઝરે કહ્યું કે, ‘જો આવા તમામ મોટા હાઈવેની પણ RTI દ્વારા તપાસ કરાય તો આવા ચાર ગણા પ્રોફિટના ઘણાં આંકડા સામે આવી જશે.’


Google NewsGoogle News