નવા વર્ષની શરુઆતમાં જ દેશમાં ભીષણ અકસ્માત, આસામમાં ટ્રક-બસની ટક્કરમાં 14ના મોત, 27 ઘાયલ
Image : IANS |
Road Accident in Assam : નવા વર્ષની શરુઆતમાં જ ભારતમાં રોડ અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આસામના ગોલાઘાટ જિલ્લામાં એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં લગભગ 14 લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 27 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃત્યુઆંક વધવાની આશંકા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે નેશનલ હાઈવે 37 પર બાલીજાન ગામ નજીક બની છે જ્યાં બસમાં સવાર 45 લોકો બોગીબીલ વનભોજન માટે વહેલી સવારે અંદાજે 5 વાગ્યે નીકળ્યા હતા ત્યારે માર્ગેરિટા તરફથી આવતા કોલસા ભરેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. હાલ હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક છે કે મૃત્યુઆંક વધવાની આશંકા છે.