ગોઝારો શુક્રવાર! દેશમાં અકસ્માતની બે દર્દનાક ઘટના; કુલ 10 લોકોના કરૂણ મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
ગોઝારો શુક્રવાર! દેશમાં અકસ્માતની બે દર્દનાક ઘટના; કુલ 10 લોકોના કરૂણ મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Road Accident: દેશમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે બે અલગ-અલગ રાજ્યોમાં અકસ્માતની ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોક ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. 

આંધ્રપ્રદેશમાં ભીષણ અકસ્માતમાં છ લોકોના મોત

આજે પ્રથમ અકસ્માત આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં થયો હતો. જ્યાં લાકડા ભરીને લઈ જઈ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે મીની ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રકમાં કુલ 10 લોકો સવાર હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. 

મધ્યપ્રદેશમાં ટ્રેકટર પલટી મારતા ચાર લોકોના મોત

અન્ય એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે. જેમાં દાતિયા જિલ્લામાં રતનગઢ મંદિરે જતા શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેકટર પલટી મારી ગઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 19 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દાતિયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગોઝારો શુક્રવાર! દેશમાં અકસ્માતની બે દર્દનાક ઘટના; કુલ 10 લોકોના કરૂણ મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News