VIDEO:'ભગવાન રામ સાચે જ પૃથ્વી પર આવશે તો વડાપ્રધાન મોદીને સવાલ પૂછશે કે...', RJD સાંસદનો કટાક્ષ
બિહારના આરજેડી રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા
RJD MP Manoj Jha: અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાદી રહ્યા છે. આ કાર્યક્રમ માટે ખાસ લોકોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. જને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે આ મામલે બિહારના આરજેડી રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં મનોજ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, આરજેડીનું સ્ટેન્ડ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. તે સર્વધર્મ સમાનતામાં માને છે, દરેકમાં સમન્વય હોવો જોઈએ. પરંતુ મારો વિશ્વાસ મારી અંગત બાબત છે. તેનું સાર્વજનિક અને અભદ્ર પ્રદર્શન ભગવાનને પણ પરેશાન કરશે. તેમણે કહ્યું કે, જો 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભગવાન રામ ખરેખર પૃથ્વી પર આવે તો વડાપ્રધાનને બે-ચાર સવાલો પૂછશે.
“યવાનો માટે રોજગાર ક્યાં છે?”
મનોજ ઝાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન રામ સવાલ પૂછશે કે, યુવાનો માટે રાજગાર ક્યાં છે અને દેશમાં આટલી મોંઘવારી કેમ છે? શા માટે મિલકત માત્ર પાંચ લોકો વચ્ચે વહેંચવામાં આવે છે? તેમની સામે બધા જ નતમસ્કત છે. તેમણે કહ્યું કે, મર્યાદા પુરૂષોત્તમની છબીને વડાપ્રધાન અને ભાજપના લોકો સમજી રહ્યા નથી. તેમણે વંચિત અને શોષિત સમાજને લઈને રવિદાસ, કબીર, સાવિત્રીબાઈ ફુલે અને જ્યોતિબા ફુલેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડ સૌથી મહત્વપૂર્ણ
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે સૌથી શુભ સમય 84 સેકન્ડનો રહેશે. આ સમય 22 જાન્યુઆરીએ 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનો રહેશે. આ સમયે આકાશમાં 6 ગ્રહો અનુકૂળ સ્થિતિમાં રહેશે. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્તને સૌથી સચોટ માનીને પસંદ કર્યો છે. જોકે, ભૂમિ પૂજન માટેનો શુભ સમય જ્યોતિષ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવીએ પણ નક્કી કર્યો હતો.