રિઝવાને મેદાનમાં પઢી હતી નમાઝ, ફરિયાદ કરનારાને હિઝબૂલે આપી જાનથી મારી નાખવાની ધમકી

રિઝવાને ક્રિકેટમાં દર્શાવેલી સારી રમતને ગાજા વાસીઓને સમર્પિત કરી હતી

આ સંદર્ભમાં વિનીત જીંદલ નામના એક વકીલે ફરિયાદ કરી હતી.

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
રિઝવાને મેદાનમાં પઢી હતી નમાઝ, ફરિયાદ કરનારાને  હિઝબૂલે આપી જાનથી મારી નાખવાની ધમકી 1 - image


નવી દિલ્હી,૧૭ ઓકટોબર,૨૦૨૩,મંગળવાર 

હૈદરાબાદમાં રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ૬ ઓકટોબરના રોજ નેધરલેન્ડ સામેની ક્રિકેટ વિશ્વકપ મેચ દરમિયાન પાકિસ્તાનના ખેલાડી મોહમ્મદ રિઝવાન વિરુધ આઇસીસીમાં ફરીયાદ દાખલ થઇ હતી. પાકિસ્તાનના વીકેટ કિપર ખેલાડી રિઝવાન પર ચાલુ મેચ દરમિયાન નમાઝ પઢવાના સંદર્ભમાં વિનીત જીંદલ નામના એક વકીલે ફરિયાદ કરી હતી.  નમાઝ પઢવા વિરુધ થયેલી અરજી બદલ ભારતીય વકીલને હિઝબૂલ મુઝાહિદીન નામની આતંકી સંગઠને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 

રિઝવાને મેદાનમાં પઢી હતી નમાઝ, ફરિયાદ કરનારાને  હિઝબૂલે આપી જાનથી મારી નાખવાની ધમકી 2 - image

ઇસ્લામિક આતંકી સંગઠન હિઝબૂલ દ્વારા ધમકી મળી હોવાનું સોશિયલ મીડિયા એકસ (ટવીટર) પર વિનિત જીંદલે જાણકારી આપી હતી. આ અંગે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. અરજદાર રિઝવાન વિરુધની ફરિયાદમાં જણાવ્યું હતું કે એક ભારતીયોની સામે તે એક મુસ્લિમ હોવાનું દેખાડવાનું પ્રદર્શન કર્યુ હતું. આનાથી ખેલ ભાવના પર વિપરીત અસર પડે છે. ફરિયાદમાં એવો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મેદાન પર નમાઝ અદા કરવી અને ક્રિકેટમાં દર્શાવેલી સારી રમતને ગાજાને સમર્પિત કરવી એ ધાર્મિક અને રાજકીય વિચારધારા પ્રત્યેને મજબૂત ઝુકાવને દર્શાવે છે. 


Google NewsGoogle News