ચેરાપુંજી-મોનસિરમનો રેકોર્ડ તુટ્યો, ઋષિકેશ બન્યું દેશનું સૌથી વધુ વરસાદ ધરાવતું ક્ષેત્ર
1 ઓગષ્ટથી 25 ઓગષ્ટ દરમિયાન ઋષિકેશમાં કુલ 1901 મીમી વરસાદ થયો
ચેરાપુંજી કે મોનસિરમ નહી પરંતુ ઉત્તરાખંડનું ઋષિકેશ ઓગષ્ટ માસ દરમિયાન ભારતમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર બની ગયો છે. એક ઓગષ્ટથી 25 ઓગષ્ટ દરમિયાન ઋષિકેશમાં કુલ 1901 મિલીમીટર વરસાદ થયો છે. ઉત્તર કોરિયાની જેજુ નેશનલ યુનિવર્સિટીના ટાયફૂન રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક વિનીત કુમાર સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. આબોહવા માટેનો અહેવાલ પ્રકાશિત કરતી સાઇટ ડાઉન ટુ અર્થે ટાંક્યું છે કે ચેરાપુંજી અને મોસિનરામ પણ આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ભીના વિસ્તારો હતા.
ઋષિકેશ સૌથી વધુ વરસાદી વિસ્તાર
ચેરાપુંજીમાં 1876.3 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે મોસીનરામમાં 1464 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ચેરાપુંજીમાં 332 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે તે ફરીથી સૌથી વરસાદી વિસ્તાર બન્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનામાં મોટાભાગના દિવસો સુધી ઋષિકેશ સૌથી વધુ વરસાદી વિસ્તાર રહ્યો હતો.
ઓગસ્ટ મહિનો ઋષિકેશ માટે મુશ્કેલી ભરેલો
ઓગસ્ટ મહિનો ઋષિકેશ માટે મુશ્કેલી ભરેલો હતો. ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. 9 ઓગસ્ટના રોજ દિવાલ ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. તોફાન માત્ર ઋષિકેશમાં જ નથી આવ્યું. સમગ્ર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાની ખરાબ અસર જોવા મળી છે.
ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદે વિરામ લીધો
આ બંને રાજ્યોમાં ભયંકર વરસાદ થયો છે. મોનસુન લો-પ્રેશર એરિયા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મળતા આ સ્થિતિ સર્જાઈ છે. ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદે વિરામ લીધો છે. લો પ્રેશર વિસ્તાર તરફ વધુ વરસાદની શક્યતા છે. મોટાભાગના વરસાદ દેશના ઉત્તરીય પ્રદેશો, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં થાય છે.
અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
આ વિરામના તબક્કામાં હિમાલયની તળેટી તરફ વરસાદ પડે છે. તે પણ ભયંકર રીતે. ક્યારેક વાદળ ફાટવાના બનાવો પણ બને છે. જ્યારે સમગ્ર દેશમાં આટલો વરસાદ નથી. ચોમાસાનો વિરામનો તબક્કો 7 થી 18 ઓગસ્ટ સુધીનો હતો. આ પછી તેણે 24 ઓગસ્ટ પછી ફરીથી બ્રેક લીધો છે. સમગ્ર દેશ માટે ઓગસ્ટ સામાન્ય રીતે શુષ્ક મહિનો હોય છે. કારણ કે ચોમાસુ વિરામ લેતું હોય છે. પરંતુ આ વખતે તે ઓછું થયું. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઘણી વખત અચાનક પૂર આવ્યા હતા એટલે કે અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો કરોડોનું નુકસાન થયું હતું.
હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 192 લોકોના મોત
1 થી 27 એપ્રિલની વચ્ચે હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 192 લોકોના મોત થયા હતા. જ્યારે ઉત્તરાખંડમાં 81 લોકોના મોત થયા છે. આવા મોસમી ફેરફારોનું કારણ હવામાન પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ હોવાનું માનવામાં આવે છે. પરંતુ લોકો આવા હવામાનમાં રજાઓ ગાળવા અથવા ધાર્મિક યાત્રાઓ માટે પહાડો પર જાય છે. આ પહેલા પણ જોશીમઠમાં તિરાડ પડવાની ઘટના બધાને યાદ છે. કેદારનાથ જેવી ઘટના અને નદીઓના વહેણ ફરી જોવા મળ્યા. પરંતુ તેમ છતાં પહાડોમાં આડેધડ ખાણકામ અને બાંધકામ ચાલી રહ્યું છે.