Get The App

જ્ઞાનવાપીમાં હિન્દુઓનો પૂજાનો અધિકાર યથાવત્, અલ્લાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

અગાઉ વારાણસી જિલ્લા કોર્ટે પણ આ મામલે હિન્દુઓની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપીમાં હિન્દુઓનો પૂજાનો અધિકાર યથાવત્, અલ્લાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી 1 - image

Image : Wikipedia 

Gyanvapi Controversy News  : જ્ઞાનવાપીમાં મુસ્લિમ પક્ષને જોરદાર ઝટકો લાગ્યો છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવતાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખ્યો છે. હવે હિન્દુઓ અહીં પૂજા કરવાનું ચાલુ રાખી શકે છે. આ ચુકાદો મુસ્લિમ પક્ષકારો માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે. તેઓ આ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવા વિચારી શકે છે.

અગાઉ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો 

અગાઉ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠ કરવા મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટે સુનાવણી કરી હતી. ત્યારે કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'જ્ઞાનવાપીની જમણી બાજુએ ભોંયરું આવેલું છે જ્યાં વર્ષ 1993 સુધી હિન્દુઓ પૂજા કરતા હતા. ઓર્ડર 40 નિયમ 1 સીપીસી હેઠળ, વારાણસી કોર્ટે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કર્યા હતા. આ નિર્ણય મુસ્લિમોના અધિકારોને કોઈપણ રીતે અસર કરતું નથી કારણ કે મુસ્લિમોએ ક્યારેય ભોંયરામાં નમાઝ અદા કરી નથી.'

અગાઉ વારાણસી જિલ્લા કોર્ટે આપ્યો હતો ચુકાદો 

અગાઉ વારાણસી જિલ્લા કોર્ટે પણ આ મામલે હિન્દુઓની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો. જેની વિરુદ્ધ મુસ્લિમ પક્ષ અલ્લાહાબાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. જોકે અહીંથી પણ તેણે નિરાશ થવું પડ્યું અને અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓના પૂજાના અધિકારને સુરક્ષિત રાખ્યો હતો. મુસ્લિમ પક્ષકારોએ પૂજા પર સ્ટેની માગ કરી હતી.  


જ્ઞાનવાપીમાં હિન્દુઓનો પૂજાનો અધિકાર યથાવત્, અલ્લાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી 2 - image




Google NewsGoogle News