દેશના આ બે રાજ્યોમાં છે અનેક 'કરોડપતિ', ગરીબી પણ નહીંવત, ઘરે-ઘરે છે મર્સિડિઝ જેવી કાર!
દેશમાં વસ્તીની સાથે ગરીબીની સમસ્યા પણ વધતી જાય છે
ત્યારે દેશમાં અમુક રાજ્ય એવા છે કે જ્યાં ગરીબીનું પ્રમાણ નહીવત છે
Rich people live in these states of India: ભારત સંસ્કૃતિ, પરંપરાઓ અને અર્થતંત્રોની વિવિધતા ધરાવતો વિકાસશીલ દેશ છે, જે રાષ્ટ્રની સંપત્તિ અને વિકાસમાં ફાળો આપે છે. ધંધા અને સ્ટાર્ટઅપ્સથી ભરપૂર ધમધમતા શહેરોથી માંડીને કૃષિ ઉત્પાદનોની બક્ષિસ ઉત્પન્ન કરતી ફળદ્રુપ જમીન સુધી, ભારતના રાજ્યો દેશની આર્થિક ક્ષમતાની સૂક્ષ્મ ભૂમિ છે. તે એવી જગ્યા છે જ્યાં પરંપરા અને આધુનિકતા એક સાથે રહે છે. એવામાં દેશના ઘણા લોકો ખૂબ જ અમીર છે તો સામે ઘણા લોકો ખૂબ જ ગરીબ પણ છે. ભારતના એવા રાજ્ય વિષે જાણીએ જે ખૂબ જ સમૃદ્ધ છે. ગોવા અને સિક્કિમ એવા રાજ્ય છે કે જ્યાં અન્ય રાજ્યની તુલનામાં ગરીબી નહીંવત છે.
આ બે રાજ્યો છે ખૂબ જ સમૃદ્ધ
ગોવા અને સિક્કિમની આર્થિક સમૃદ્ધિ અન્ય રાજ્યો કરતાં વધુ છે. જો કે આ રાજ્યો વિસ્તારની દ્રષ્ટિએ ઘણા નાના છે, પરંતુ તેમની આર્થિક પ્રગતિ દેશના અન્ય રાજ્યો કરતા ઘણી વધુ છે. જેમાં ગોવાની માથાદીઠ આવક 4.72 લાખ રૂપિયા છે, જ્યારે સિક્કિમમાં પણ પ્રતિ વ્યક્તિ આવક પણ 4.72 લાખ રૂપિયા છે. આ યાદીમાં દિલ્હી પ્રતિ વ્યક્તિ વાર્ષિક 3.90 લાખ રૂપિયાની કમાણી સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ચંદીગઢ ચોથા સ્થાને છે. ચંદીગઢમાં આ આંકડો પ્રતિ વ્યક્તિ 3.50 લાખ રૂપિયા છે.
100 માંથી 0.37 લોકો ગરીબી રેખા નીચે
કેન્દ્ર સરકારના ડેટા મુજબ ગોવા અને સિક્કિમમાં દર 100 લોકોમાંથી માત્ર 0.37 લોકો જ ગરીબી રેખા નીચે જીવે છે. આથી એવું કહી શકાય કે બિહાર, ઝારખંડ, મેઘાલય જેવા દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ત્યાંના લોકોની આવક સારી છે. જો કે મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ માથાદીઠ આવકમાં ગોવા અને સિક્કિમથી પાછળ છે.