VIDEO: કોલકાતા મર્ડર કેસ મામલે ‘મમતા સરકાર’ બાદ હવે ‘CBI’નો વિરોધ, જુનિયર ડોકટરો રસ્તા પર ઉતરી આવ્યા
Kolkata Doctor Rape And Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (R. G. Kar Medical College And Hospital)માં 9મી ઓગસ્ટના રોજ ટ્રેઈની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાયા બાદ પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં વિરોધો થયા હતા. આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee)ની સરકાર વિરુદ્ધ પણ ચોતરફ દેખાવો તેમજ હડતાળો થઈ હતી. જોકે હવે આ કેસમાં કેન્દ્રી તપાસ સંસ્થા (CBI)નો વિરોધ શરૂ થઈ ગયો છે.
‘ઘટનાને ત્રણ મહિના થયા છતાં CBI...’
મળતા અહેવાલો મુજબ કોલકાતા મર્ડર અને હત્યા કેસને ત્રણ મહિનાથી પણ વધુ સમય વિતવા છતાં સીબીઆઈ દ્વારા હજુ સુધી તપાસ ચાલી રહી છે, જેના કારણે જુનિયર ડૉક્ટરો ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. પીડિતા માટે ન્યાયની માંગ કરી રહેલા જુનિયર ડૉક્ટરોએ આજે મશાન રેલી કાઢી હતી અને તેમની સાથે અનેક લોકો પણ જોડાયા હતા.
CBIના વિરોધમાં રેલી કાઢી
ઘટના મુદ્દે પશ્ચિમ બંગાળમાં ફરી વિરોધ જોવા મળ્યો છે. રેલી યોજી વિરોધ કરી રહેલા પશ્ચિમ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફોરમના પ્રતિનિધિઓ તેમજ અનેક સંગઠનો પીડિતાને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. જુનિયર ડૉક્ટરો સહિત સંગઠનોના અનેક લોકોએ આજે સેક્ટર-3 સોલ્ટ લેકમાં પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલ ઑફિસથી સેક્ટર-1માં આવેલી સીજીઓ કૉમ્પ્લેક્સમાં CBI ઑફિસ સુધી રેલી કાઢી હતી. રેલીમાં ભાગ લેનારા લોકો 'વી વોન્ટ જસ્ટિસ' જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓ CBIને દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભાગવાનો પ્રયાસ કરી રહેલા ગેંગસ્ટર ગુરશરણને ઠાર મરાયો, પંજાબ પોલીસની મોટી કાર્યવાહી
CBI ઝડપથી તપાસ કરે, દેખાવકારોની માંગ
વિરોધમાં ભાગ લેનાર એક ડૉક્ટરે કહ્યું કે, ‘ઘટનાને લગભગ ત્રણ મહિનાથી વધ સમય વિતિ ગયો છે, તેમ છતાં CBI હજુ પણ કેસની તપાસ કરી રહી છે. અમારી માંગ છે કે, તેઓ ઝડપી તપાસ કરે.’ 9મી ઓગસ્ટે આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાંથી મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે જુનિયર ડોકટરોએ સમગ્ર પશ્ચિમ બંગાળમાં ‘કામકાજ બંધ રાખી હડતાળ શરૂ કરી હતી અને પીડિતાને ન્યાય અને રાજ્ય સંચાલિત તબીબી સંસ્થાઓમાં કડક સુરક્ષાની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળ સરકારે નિર્ધારિત 24 કલાકમાં તેમની માંગ પૂરી ન કરતાં જુનિયર ડોકટરોએ પાંચ ઓક્ટોબરની રાત્રે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. જો કે, 24 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક યોજ્યા બાદ આ આમરણાંત ઉપવાસ સમાપ્ત થયો હતો.