30 કરોડની સંપત્તિ, ABVP અને TDP સાથે સંબંધ, જાણો કોણ છે તેલંગાણાના નવા CM રેવંત રેડ્ડી?

2017માં રેવંત રેડ્ડી તેલુગુ દેશમ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા

2019માં તેમણે કોંગ્રેસની ટીકીટ પર માલ્કાજગીરીની લોકસભા ચુંટણી જીતી

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
30 કરોડની સંપત્તિ, ABVP અને TDP સાથે સંબંધ, જાણો કોણ છે તેલંગાણાના નવા CM રેવંત રેડ્ડી? 1 - image


Revanth Reddy: તેલંગાણામાં શાનદાર જીત પછી રેવંત રેડ્ડીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પક્ષના ધારાસભ્યોના પ્રસ્તાવ પર રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનવવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો. 119 માંથી 64 સીટો જીતીને કોંગ્રેસ તેલંગાણાનની સત્તાસત્તા પર આવવા જઈ રહી છે. કોંગ્રેસ આ જીતનો શ્રેય રેવંત રેડ્ડીને આપી રહી છે. આ દરમ્યાન જાણીએ તેમની પાસે સંપતિ કેટલી છે અને તેમના પર કેટલા ક્રિમીનલ કેસ નોંધાયા છે. 

રેવંત રેડ્ડીનું પોલીટીકલ કરિયર

તેમનો જન્મ અવિભાજિત આંધ્રપ્રદેશના મેહબૂબનગરમાં થયો હતો. કોલેજ કાળથી જ તેઓ રાજનીતિમાં સક્રિય હતા. 2001-2002માં રાજ્ય રાજનીતિમાં તેમણે ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિની શરૂઆત કરી. 2006માં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાં સામેલ થયા અને TDPની ટીકીટ પર કોડંગલથી ચુંટણી લડીને પહેલીવાર ધારાસભ્ય બન્યા. 2014માં તેઓ તેલંગાણા વિધાનસભા માટે TDPના સદન નેતા તરીકે ચૂંટાયા. 2017માં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 2018માં તેઓ ચુંટણી લડ્યા, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. 2019માં તેમણે કોંગ્રેસની ટીકીટ પર માલ્કાજગીરીની લોકસભા ચુંટણી જીતી. તેમજ તેઓને કોંગ્રેસે 2021માં તેલંગાણાના પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 

રેવંત રેડ્ડી પાસે સંપતિ કેટલી?

નોમિનેશન દરમિયાન રેવંત રેડ્ડીએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની પાસે 30 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમના આવકવેરા રિટર્ન મુજબ, રેવંત રેડ્ડીની 2022-2023 નાણાકીય વર્ષમાં રૂ. 13,76,700ની આવક હતી. 2021-2022માં તેમની કુલ આવક રૂ. 14,31,580 હતી. રેવંત રેડ્ડી અને તેમની પત્ની ગીતા પાસે ગાડીઓ, શેર, બોન્ડ, રોકડ, બેંક બેલેન્સ અને જ્વેલરી સહિતની ઘણી જંગમ સંપત્તિ છે. રેવંત રેડ્ડી પાસે રૂ. 2,18,93,343ની જંગમ સંપત્તિ છે, જ્યારે ગીતા રેડ્ડી પાસે રૂ. 2,92,68,009ની સંપત્તિ છે. જો મિલકત એટલે કે જમીન, ખેતીની જમીન અને મકાનોની વાત કરીએ તો રેવંત રેડ્ડી પાસે રૂ. 8,62,33,567ની મિલકત છે, જ્યારે ગીતા રેડ્ડી પાસે રૂ. 15,02,67,225ની સ્થાવર મિલકત છે.

તેમના પર કેટલા ક્રિમીનલ કેસ નોંધાયેલા છે?

રેવંત રેડ્ડી પર 89 ક્રિમીનલ કેસ ચાલે છે. જો કે કોઈ પણ મામલામાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા નથી. 89 કેસોમાંથી, 34 ભારતીય દંડ સંહિતાની કલમ 506 હેઠળ નોંધાયેલા છે, જે ફોજદારી કેસોમાં સજા કરે છે. કલમ 504 હેઠળ 38 કેસ નોંધાયા છે, આ કલમ શાંતિને ખલેલ પહોંચાડવાના હેતુથી ઈરાદાપૂર્વકના અપમાન સાથે સંબંધિત છે. 21 કેસ કલમ 153 હેઠળ છે, જે તોફાનો ભડકાવવાના ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી માટે છે. બાકીના કેસ અન્ય કેસ છે.

30 કરોડની સંપત્તિ, ABVP અને TDP સાથે સંબંધ, જાણો કોણ છે તેલંગાણાના નવા CM રેવંત રેડ્ડી? 2 - image


Google NewsGoogle News