દિલ્હીમાં આઠ દિવસ માટે ફ્લાઈટની અવર-જવર બંધ, જાણો સરકારને કેમ લેવો પડ્યો નિર્ણય?
આ પ્રતિબંધ પ્રજાસત્તાક દિવસને લઈને લગાવવામાં આવ્યો
Delhi Airport : પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશની રાજધાનીમાં તેની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ત્યારે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2024 સુધી દિલ્હીના એરસ્પેસમાં થોડા કલાકો માટે પ્રતિબંધ રહેશે. આ અંગે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેકે 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી સવારે 10:20થી બપોરે 12:45 સુધીની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ રહેશે.
પ્રજાસત્તાક દિવસને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો
આ પ્રતિબંધ સમય સુધી દિલ્હી એરપર્ટ પરથી કોઈ ફ્લાઈટ લેન્ડિંગ અથવા ટેક-ઓફ થશે નહીં. જો કે તેમણે કહ્યું કે આ પ્રતિબંધ પ્રજાસત્તાક દિવસને લઈને લગાવવામાં આવ્યો છે. આ અઠવાડિયે એરમેન ટૂ સૂચના (NOTAM)એ જણાવ્યું હતું કે 19થી 25 જાન્યુઆરી દરમિયાન નિર્ધારિત એરલાઈન્સની નોન શિડ્યુંલ્સ ફ્લાઈટ્સ અને ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું લેન્ડિંગ અથવા ટેક-ઓફની સવારે 10થી બપોરે 1.15 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવશે નહીં.
અગાઉ આ તારીખ સુધી પ્રતિબંધ હતો
આ અઠવાડિયાની શરૂઆતમાં જારી કરાયેલ NOTAM મુજબ, આ પ્રતિબંધો 26થી 29 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીનો પ્રતિબંધ હતો. સામાન્ય રીતે, NOTAM એક સૂચના છે જેમાં ફ્લાઇટ ઓપરેશનમાં સામેલ કર્મચારીઓ માટે જરૂરી માહિતી હોય છે.
ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે
ભારત 26 જાન્યુઆરીએ પોતાનો 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. આ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. આ છઠ્ઠી વખત હશે જ્યારે કોઈ ફ્રાન્સના પ્રમુખ પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ હશે. આ વર્ષે પ્રથમ વખત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની તમામ મહિલાઓ માર્ચિંગ અને બ્રાસ બેન્ડ ટુકડીઓ કર્તવ્ય પથ પર ભાગ લેશે.