નિયમોનું ઉલ્લંધન કરવા બદલ 3 મોટી બેંકો પર RBIની કાર્યવાહી, રૂ.10.34 કરોડનો ફટકાર્યો દંડ

સિટી બેંકને 5 કરોડનો, BOBને 4.34 કરોડનો, જ્યારે ઈન્ડિયન ઓવરસીઝ બેંકને રૂ.1 કરોડનો દંડ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ત્રણેય બેંકોને નિયમનકારી પાલનમાં ખામીઓને કારણે દંડ ફટકાર્યો

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
નિયમોનું ઉલ્લંધન કરવા બદલ 3 મોટી બેંકો પર RBIની કાર્યવાહી, રૂ.10.34 કરોડનો ફટકાર્યો દંડ 1 - image

નવી દિલ્હી, તા.24 નવેમ્બર-2023, શુક્રવાર

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આજે દેશની ત્રણ બેંકો સિટી બેંક (Citibank), બેંક ઓફ બરોડા (Bank of Baroda) અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક (Indian Overseas Bank)ને કુલ રૂપિયા 10.34 કરોડનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું કે, નાણાંકીય સેવાઓની આઉટસોર્સિગ સહિતની બાબતોના નિયમોનું ઉલ્લંઘન ન કરવા બદલ સિટી બેંક એનએને સૌથી વધુ પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

BOBને 4.34 કરોડ રૂપિયાનો દંડ

દેશની સૌથી મોટી બેંક ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) એક અન્ય નિવેદનમાં જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાને 4.34 કરોડનો દંડ ફટકારાયો છે, જેમાં બેંકે લૉર્જ કૉમન એક્સપોઝરના સેન્ટ્રલ રિપોઝીટરીના નિર્માણને લગતા કેટલાક નિદમોનું પાલન ન કરવા RBIએ આ કાર્યવાહી કરી છે.

ઈન્ડિયન ઓવરસીઝ બેંકને રૂ.1 કરોડનો દંડ

ચેન્નાઈ સ્થિત જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા ઈન્ડિયન ઓવરસીઝ બેંકે લોન તેમજ એડવાન્સ સંબંધિત નિર્દેશોનું ઉલ્લંધન કર્યું, જેના કારણે RBIએ તેને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

નિયમનકારી પાલનમાં ખામીઓને કારણે ફટકારાયો દંડ

રિઝર્વ બેંકે કહ્યું કે, આ ત્રણેય બેંકોને નિયમનકારી પાલનમાં ખામીઓને કારણે દંડ ફટકારાયો છે અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરાયેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર સવાલો ઉઠાવવાનો નથી.


Google NewsGoogle News