પ્રજાસત્તાક દિનની પરેડમાં ‘મેડ ઈન ઈન્ડિયા’ પર ભાર મૂકાશે, આ સ્વદેશી શસ્ત્રો જોઈ શકશે
પરેડ દરમિયાન સ્વદેશી હથિયારો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે
આ વખતની પરેડમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ રહેશે.
Image Social Media |
Republic Day: દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાતી પરેડમાં આ વખતે ‘મેડ ઈન ઈન્ડિયા’ પર ભાર મુકવામાં આવશે, જેમા ભારતીય હથિયારો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. પરેડ દરમિયાન સ્વદેશી હથિયારો જેવા કે એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર , પિનાકા મલ્ટી બેરેલ રોકેટ લોન્ચર અને એન્ટી ટેન્ક મિસાઈલ નાગનું પ્રદર્શન કરવામાં આવશે. એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર એ દેશનું સૌથી પહેલુ સ્વદેશી મલ્ટી કોમ્બેટ હેલિકોપ્ટર છે, જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.
LCH પ્રચંડ હેલિકોપ્ટર અને નાગ મિસાઇલ સિસ્ટમ પર નજર રહેશે
LCH પ્રચંડ ગ્રાઉન્ડ એટેક અને હવાઈ હુમલા માટે સક્ષમ છે. આ હેલિકોપ્ટર આધુનિક સ્ટીલ્થ ટેકનોલોજીની સજ્જ છે, જે આર્મર પ્રોટેક્શન તેમજ રાત્રીના સમયે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમા આધુનિક નેવિગેશન સિસ્ટમ, હવાથી હવામાં હુમલો કરનારી મિસાઈલ લગાડવામાં આવી છે. નાગ મિસાઈલ સિસ્ટમને ડીઆઈડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. દુશ્મનોના ટેન્કને નષ્ટ કરવા માટે આ મિલાઈલને ખૂબ અસરકારક માનવામાં આવે છે, તેમજ બીજી તેની ખાસ વાત એ છે કે આ મિસાઈલ સિસ્ટમ દિવસ અને રાત્રી બંને સમયે હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઈલ ટોપ એટેક તેમજ ઓટોમેટિક પોતાના લક્ષ્યને શોધીને તેને મારવાની ક્ષમતા ધરાવે છે. નાગ મિલાઈલનું કેરિયર NAMICA BMP-2 પર આધારિત સિસ્ટમ છે અને તે જમીનની સાથે સાથે પાણીની સપાટી પરથી ફાયર કરી શકાય છે.
આ 'મેડ ઈન ઈન્ડિયા' હથિયારોનું કરવામાં આવશે પ્રદર્શન
પ્રજાસત્તાક દિવસની આ વખતની પરેડ દરમિયાન આધુનિક બખ્તરબંધ ગાડીઓ અને અન્ય વિશેષતાસભર વાહનોનું પ્રદર્શન કરવામાં આવશે. આ વખતની પરેડમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ રહેશે. મેડ ઈન ઈન્ડિયાનાં હથિયારોમાં ટી-90 ટેન્ક, BMP-2 ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ, ડ્રોન જામર, એડવાન્સ સર્વત્ર બ્રિજ, સપાટીથી હવામાં માર કરનારી મિલાઈલો અને મલ્ટી-ફંક્શન રડાર વગેરેનું આ વખતના પ્રજાસત્તાકની પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.