VIDEO : પ્રજાસત્તાક દિવસના રંગે રંગાયું જમ્મુ-કાશ્મીર, શ્રીનગરના લાલચોકમાં લોકો ઝૂમ્યાં
76th Republic Day 2025: ભારત આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં લોકો દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળે છે. શ્રીનગરના લાલ ચોકમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લોકોએ ખૂબ ડાન્સ કર્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સીએમ ઓમર અબ્દુલ્લાએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે, 'બધાને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. પ્રજાસત્તાકના સ્થાપક પિતાઓ દ્વારા આપણને સોંપવામાં આવેલ બંધારણ આપણા માર્ગદર્શક રહે અને આપણામાંથી જેમણે તેનું રક્ષણ કરવાની શપથ લીધી છે તેઓ હવે અને હંમેશા આપણા શપથ પર ખરા ઉતરે.'
પીએમ મોદીએ પણ અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' દેશને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, 'આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ જેમણે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવશાળી અને એકતા પર આધારિત હોય. આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.'