Republic Day 2025: વીરતા પુરસ્કારોનું એલાન, પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી કરાશે સન્માનિત
Gallantry award List: આવતીકાલે 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવે ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી સન્માનિત કરવામાં આવશે. પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારા સેવાઓના કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ મેડલમાંથી 95 વીરતા મેડલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ અને સુધારા સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ સામેલ છે.
આ પણ વાંચો: કેજરીવાલ પોતે 'ઈમાનદાર' અને રાહુલ ગાંધી 'બેઈમાન', AAP ના નવા પોસ્ટરથી રાજકીય ઘમસાણ
નક્સલવાદ અને આતંકવાદ પર હુમલો કરનારા જવાનોને સન્માન
વીરતા પુરસ્કાર વિજેતાઓમાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત 28 જવાનો, જમ્મુ કાશ્મીરમાં તહેનાત 28, પૂર્વોત્તરમાં 3 અને અન્ય વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 36 જવાનોને તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવશે.
101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર
અનેક સૈનિકોને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. તે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તરીકે ઓળખાય છે. આ એવોર્ડ મેળવનારાઓની યાદીમાં 101 PAC, 85 પોલીસ સેવા, 05 ફાયર સર્વિસ, 07 સિવિલ ડિફેન્સ-હોમ ગાર્ડ અને 04 સુધારા સેવા કર્મચારીઓના નામ સામેલ છે. પોલીસ સેવાને કુલ 634, ફાયર સર્વિસને 37, સિવિલ ડિફેન્સ-હોમગાર્ડને 39 અને કરેક્શનલ સર્વિસને 36 એવોર્ડ આપવામાં આવશે.