Get The App

ભારતમાં આ દેશના વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક: કાફલાને એન્ટ્રી ન મળતા સંસદની બહાર મારવા પડ્યા આંટા

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
ભારતમાં આ દેશના વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક: કાફલાને એન્ટ્રી ન મળતા સંસદની બહાર મારવા પડ્યા આંટા 1 - image


Jamaica PM Andrew Holness Security Lapse : જમૈકાના વડાપ્રધાનને ભારતની મુલાકાત દરમિયાન કડવો અનુભવ થયો છે. આજે તેઓ રાજધાની દિલ્હીમાં હતા, ત્યારે તેમની સુરક્ષામાં ચુક થઈ છે. વડાપ્રધાન એન્ડ્ર્યૂ હોલસેન સંસદમાં જઈ રહ્યા હતા, ત્યારે સિક્યોરિટી એજન્સીઓ મૂંઝવણમાં મુકાઈ હતી, આ કારણે તેમના કાફલાએ સંસદ બહાર વિજય ચૌકના બે આંટા મારવા પડ્યા છે.

હોલસેને મોદી સાથે કરી મુલાકાત

ભારતના પ્રવાસે આવેલા જમૈકાના વડાપ્રધાને પહેલી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી, જેમાં દ્વિપક્ષીય વાર્તાઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થઈ હતી. હોલસેન ભારતની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે. આજે તેમના ભારત પ્રવાસનો છેલ્લો દિવસ છે.

આ પણ વાંચો : 'જે રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકે...' સ્વચ્છ ભારત અભિયાન માટે ગડકરીએ જણાવ્યો નવો પ્લાન

જમૈકાના પીએમ ચાર દિવસની મુલાકાતે

ઉલ્લેખનીય છે કે, કેરેબિયન સમુદ્ર સ્થિત ટાપુ રાષ્ટ્ર જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસ સોમવારથી (30 સપ્ટેમ્બર) ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓની સાથે જમૈકાના રાજદ્વારીઓ, વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓનું બનેલું એક પ્રતિનિધિ મંડળ પણ છે. આ પ્રતિનિધિ મંડળમાં ભારત વંશીઓ પણ છે. 

ભારતમાં આ દેશના વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક: કાફલાને એન્ટ્રી ન મળતા સંસદની બહાર મારવા પડ્યા આંટા 2 - image

હોલસેને વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

બ્રિટિશ સામ્રાજયમાંથી 1962માં સ્વતંત્ર થયેલા આ ટાપુ રાષ્ટ્રના કોઈ પણ ટોચના નેતાની આ ભારતની પહેલી મુલાકાત છે. તેઓ અને તેઓની સાથેનું પ્રતિનિધિ મંડળ વિદેશ મંત્રાલયે હાઈ કમિશ્નર દ્વારા આપેલા આમંત્રણને પગલે ભારત આવ્યું છે. જમૈકાના વડાપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. 

આ પણ વાંચો : MUDA Scamમાં સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી; હવે પુરાવાનો નાશ કરવાનો આરોપ, પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ

ભારતમાં આ દેશના વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક: કાફલાને એન્ટ્રી ન મળતા સંસદની બહાર મારવા પડ્યા આંટા 3 - image

ભારત માટે જમૈકા કેમ મહત્વું ? જાણો કારણ

કેરેબિયન દ્વિપ સમુહમાં રહેલા માત્ર 10,991 ચો.કી.મી.નું જ (આશરે ત્રિપુરા રાજ્ય જેટલું) ક્ષેત્રફળ ધરાવતા આ ટાપુ રાષ્ટ્રનું મહત્વ ત્યાં પેઢીઓથી વસેલા ભારતીયોની દ્રષ્ટિએ તો ઘણું જ છે. તેથી એ વધુ તો ભારત જ્યારે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવા માગે છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક-એક મત મહત્વનો છે. તેથી બ્રિટિશ કોમનવેલ્થના સભ્યોનું ભારત પીઠબળ (મત દ્વારા) મેળવવા ઈચ્છે છે. તે ગણતરીએ નાના એવા ટાપુ રાષ્ટ્ર જમૈકાનો મત પણ મહત્વનો છે. હોલનેસ અન્ય ટાપુ રાષ્ટ્રોને ભારત તરફે વાળી શકે તેવી આશા રખાય છે.


Google NewsGoogle News