આધાર કાર્ડધારકો માટે રાહતના સમાચાર, ફ્રી અપડેટની તારીખ લંબાવાઈ; જાણો સરળ પ્રક્રિયા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
આધાર કાર્ડધારકો માટે રાહતના સમાચાર, ફ્રી અપડેટની તારીખ લંબાવાઈ; જાણો સરળ પ્રક્રિયા 1 - image


Image: Wikipedia

Aadhaar Card Update: આધાર કાર્ડ હોલ્ડર્સ માટે શનિવારે મોટા સમાચાર સામે આવ્યા. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની ડેડલાઇન લંબાવી દીધી છે અને હવે આ કાર્યને 14 ડિસેમ્બર 2024 સુધી ફ્રીમાં કરાવી શકાશે. આ ડેડલાઇન આજે પૂર્ણ થઈ રહી હતી પરંતુ ઑથોરિટીએ આને ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આજે ખતમ થવાની હતી ડેડલાઇન

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) એ 10 વર્ષથી વધુ સમય પહેલાં બનાવાયેલા આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની સુવિધા આપી છે અને તેની ડેડલાઇન આજે ખતમ થઈ રહી હતી, જેને હવે લંબાવાઈ છે. આ પહેલાં પણ આ ડેડલાઇન ઘણી વખત લંબાવાઈ છે. પહેલા તેને 14 માર્ચથી 14 જૂન 2024 કરી દેવાઈ હતી અને પછી આ લાસ્ટ ડેટને એક વખત ફરીથી લંબાવાતા 14 સપ્ટેમ્બર કરી દેવાઈ હતી. શનિવારે આ એક વખત ફરીથી લંબાવાઈ અને હવે આધાર કાર્ડ યુઝર્સ ત્રણ મહિના વધુ એટલે કે 14 ડિસેમ્બર સુધી આ કાર્ય બિલકુલ ફ્રીમાં કરાવી શકે છે. UIDAI એ સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરી અને એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે.

ડેડલાઇન ખતમ થયા બાદ લાગશે આટલો ચાર્જ

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની આ નક્કી ડેડલાઇન બાદ તમારે આ જરૂરી કાર્ય કરવા માટે યુઆઇડીએઆઇ દ્વારા નક્કી ચાર્જ આપવો પડશે, જે 50 રૂપિયા છે. ખાસ વાત એ છે કે યુઆઇડીએઆઇ દ્વારા આપવામાં આવી રહેલી આધાર કાર્ડ અપડેટ કરાવવાની આ ફ્રી સર્વિસ માત્ર myAadhaar Portal પર ઉપલબ્ધ છે.

આ રીતે કરો ઓનલાઇન ડિટેલ અપડેટ

UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર લોગ ઇન કરો.

હોમપેજ પર માય આધાર પોર્ટલ પર જાવ અને રજિસ્ટર મોબાઇલ નંબર પર મળતાં ઓટીપીનો યૂઝ કરીને લોગ ઇન કરો.

તે બાદ પોતાની ડિટેલ ચેક કરો અને જો ડિટેલ સાચી છે તો સાચા વાળા બોક્સ પર ટિક કરો. 

ડેમોગ્રાફિક જાણકારી ખોટી મળવા પર ડ્રોપ-ડાઉન મેનૂથી ઓળખપત્ર સિલેક્ટ કરો અને ડૉક્યુમેન્ટ અપલોડ કરી દો.

આ ડૉક્યુમેન્ટ જેપીઈજી, પીએનજી અને પીડીએફ તરીકે અપલોડ કરી શકાય છે.

આ અપડેટ માટે સેન્ટર જવું પડશે

ફ્રી આધાર અપડેટ કરાવવાની સુવિધા માત્ર ઓનલાઇન મળી રહી છે. આધાર કેન્દ્ર પર જઈને આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના અપડેટ માટે તમારે નક્કી ચાર્જ આપવો પડશે. આ દરમિયાન ધ્યાન રાખવું કે અમુક એવા અપડેટ પણ છે, જેને ઓનલાઇન નહીં પરંતુ સેન્ટર પર જઈને કરાવવા પડશે. આમાં જો તમારે આઈરિસ કે બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવવાનો છે. તો પછી આ માટે આધાર સેન્ટર જવું પડશે.


Google NewsGoogle News