રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 'તીર્થયાત્રી સેવા' : મહાકુંભમાં ભોજનથી માંડી સ્વાસ્થ્ય સેવા આપવાની પહેલ
MahaKumbh 2025: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ હવે સમાપ્તિના આરે છે. અત્યારસુધીમાં આ મેળામાં 35 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. દરરોજ લાખોની સંખ્યામાં આતાં શ્રદ્ધાળુઓને ભોજન, રહેવા અને પરિવહનની સુવિધા આપતાં રિલાયન્સ ફાઉન્ડેશને 'તીર્થ યાત્રી સેવા' પહેલ શરૂ કરી હતી. જે તેમની યાત્રાને સરળ બનાવવા ઉપરાંત સુખાકારી સુનિશ્ચિત કરે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ પહેલ હેઠળ 'વી કેર' ફિલસૂફી દ્વારા માર્ગદર્શન મેળવી રિલાયન્સ યાત્રાળુઓને પોષણયુક્ત ભોજન અને આવશ્યક આરોગ્યસંભાળથી માંડી સલામત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની સેવાઓ પૂરો પાડી રહી છે. જેમાં અન્ન સેવા, સ્વાસ્થ્ય સલામતી માટે મેડિકલ કેમ્પ, વૃદ્ધો અને મર્યાદિત પરિવહન સુવિધા ધરાવતા લોકો માટે ઈલેક્ટ્રિક વાહનો, ગોલ્ફ કાર્ટ, જળ સુરક્ષા માટે લાઈફ જેકેટ્સ અને હોડીઓ, ઉપરાંત વિશ્રામ કરવા માટે કેમ્પા આશ્રમની સેવા આપી રહ્યું છે. તદુપરાંત પોલીસને સુરક્ષા બંદોબસ્તમાં મદદ કરતાં બેરિકેડ અને વોચ ટાવર ઉપરાંત ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે ઓપ્ટિકલ ફાઈબર લગાવ્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે, અમે પોતાને ધન્ય ગણીએ છીએ કે, અમને આ પવિત્ર આધ્યાત્મિક મેળામાં તીર્થ યાત્રી સેવા આપવાની તક મળી. અમે વર્ષો બાદ આવેલી આ અત્યંત ધાર્મિક યાત્રા કરતાં શ્રદ્ધાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા સેવા આપી રહ્યા છીએ. અમે 'વી કેર' ફિલસૂફીને અનુસરી રહ્યા છીએ. અમારૂ સૌભાગ્ય છે કે, વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની યાત્રાને સુરક્ષિત, સરળ બનાવવાની તક અમને મળી."
તીર્થ યાત્રી સેવાની પ્રાથમિકતા સમુદાયો માટે સુવિધા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મહાકુંભ 2025માં લાખો શ્રદ્ધાળુઓને મફત ભોજન, મેડિકલ, પરિવહન સેવા પ્રદાન કરવા ઉપરાંત ગંગામાં સુરક્ષા માટે લાઈફ જેકેટ્સ ઓફર કરી રહી છે. તેણે આધ્યાત્મિક નેતાઓ અને પ્રશાસન સાથે પાર્ટનરશીપ કરી સમુદાયોને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. પ્રત્યેક શ્રદ્ધાળુઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે જરૂરી તમામ પગલાં લઈ રહી છે.