રિલાયન્સની મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડતી 'તીર્થ યાત્રી સેવા'
MahaKumbh 2025: પ્રયાગરાજમાં સરસ્વતિ, યમુના અને ગંગાના ત્રિવેણી સંગમમાં યોજાયેલા મહાકુંભમાં આધ્યાત્મિક યાત્રામાં કરોડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે. આત્મ-શોધ અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની તક આપતાં આ મહાકુંભ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી ઘણીવાર અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ પડકારો, સમસ્યાઓને ધ્યાનમાં લેતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 'તીર્થ યાત્રી સેવા' શરૂ કરી હતી. જે શ્રદ્ધાળુઓની યાત્રાને સરળ બનાવવા ઉપરાંત તેમની સુખાકારી સુનિશ્ચિત કરતી એક વ્યાપક પહેલ છે.
આ પહેલ હેઠળ રિલાયન્સ 'વી કેર' ફિલસૂફી દ્વારા માર્ગદર્શન મેળવી રિલાયન્સ યાત્રાળુઓને પોષણયુક્ત ભોજન અને આવશ્યક આરોગ્યસંભાળથી માંડી સલામત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની સેવાઓ પૂરો પાડી રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે, અમે પોતાને ધન્ય ગણીએ છીએ કે, અમને આ પવિત્ર આધ્યાત્મિક મેળામાં તીર્થ યાત્રી સેવા આપવાની તક મળી. અમે વર્ષો બાદ આવેલી આ અત્યંત ધાર્મિક યાત્રા કરતાં શ્રદ્ધાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા સેવા આપી રહ્યા છીએ. અમે 'વી કેર' ફિલસૂફીને અનુસરી રહ્યા છીએ. અમારૂ સૌભાગ્ય છે કે, વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની યાત્રાને સુરક્ષિત, સરળ બનાવવાની તક અમને મળી."
શ્રદ્ધાળુઓની યાત્રાને સરળ બનાવતી સેવા
1. આત્માઓનું પોષણ (અન્ન સેવા): વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળામાં શ્રદ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા પૂરી પાડતાં રિલાયન્સ તેના અન્ન સેવા કાર્યક્રમ દ્વારા દરરોજ હજારો યાત્રાળુઓને ગરમ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડી રહી છે. રિલાયન્સના સ્વયંસેવકો વિવિધ અખાડાઓમાં મફત ભોજન અને પાણી પીરસી રહ્યા છે. 'વી કેર' ભાવનાને જાળવી રાખતાં તેઓ યાત્રાળુઓને શક્ય તમામ રીતે સક્રિયપણે ટેકો આપી રહ્યા છે.
2. વ્યાપક આરોગ્ય સુવિધાઃ યાત્રાળુઓના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરતાં રિલાયન્સ ફાઉન્ડેશન 24x7 તબીબી સેવા પૂરી પાડે છે જેમાં પુરુષો અને મહિલાઓ માટે વોર્ડ, ઓપીડી અને ડેન્ટલ સેવાઓ જેવી સુવિધાઓ ઉપરાંત મહિલા યાત્રાળુઓની અનન્ય જરૂરિયાતોને ઓળખીને, રિલાયન્સ મફત સેનિટરી નેપકિન્સનું પણ વિતરણ કરી રહ્યું છે.
3. યાત્રા સરળ બનાવી: વૃદ્ધો અને મર્યાદિત પરિવહન સુવિધા ધરાવતા લોકો માટે રિલાયન્સ મહાકુંભ મેળાના મેદાનમાં અનુકૂળ પરિવહન માટે ઇલેક્ટ્રિક વાહનો, તેમજ ગોલ્ફ કાર્ટ પ્રદાન કરી રહ્યું છે. વધુમાં, પ્રયાગરાજથી સંગમ સુધી પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
4. પવિત્ર જળમાં સુરક્ષા: પવિત્ર જળમાં પ્રવેશતા યાત્રાળુઓ તેમજ નાવિકો અને જલ પોલીસની સલામતી સુનિશ્ચિત કરતાં રિલાયન્સ, જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને, પવિત્ર નદીઓ પર ચાલતી હોડીઓ માટે લાઇફ જેકેટ્સ પૂરા પાડી રહ્યું છે અને સલામતીના પગલાં મજબૂત બનાવી રહ્યું છે.
5. આરામદાયક આરામ ઝોન: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ કેમ્પા આશ્રમ ઉભા કર્યા છે. જે યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન વિશ્રામ કરવાની સુવિધા પૂરી પાડે છે.
6. સ્પષ્ટ દિશાસૂચન: યાત્રાળુઓને મહાકુંભ મેળાના વિશાળ વિસ્તારમાં સુવિધાઓ, દર્શન સંબંધિત તમામ માહિતી આપવાં મેળામાં સ્પષ્ટ અને વાંચવામાં સરળ સંકેતો સાથે દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે.
7. ઉન્નત કનેક્ટિવિટી: જિયોએ પ્રયાગરાજમાં નવા 4G અને 5G BTS ઇન્સ્ટોલ કરી હાલના માળખાને અપગ્રેડ કર્યા છે. મહત્વપૂર્ણ સ્થળોએ ટ્રાન્સપોર્ટેબલ ટાવર અને નાના સેલ સોલ્યુશન્સ તૈનાત કર્યા છે. જેથી કનેક્ટિવિટી સરળ બને. તમામ માટે સીમલેસ કોમ્યુનિકેશન સુનિશ્ચિત કરવા મુખ્ય વિસ્તારોમાં નવું ઓપ્ટિકલ ફાઇબર લગાવવામાં આવ્યું છે.
8. પોલીસ માટે સગવડ: પોલીસની અમૂલ્ય સેવાને માન્યતા આપતા, રિલાયન્સ પોલીસ બૂથ પર પાણી પૂરું પાડી રહી છે અને તમામ મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે બેરિકેડ અને વોચ ટાવર સાથે તેમના પ્રયાસોને ટેકો આપી રહી છે.