મતદાનના આંકડા 48 કલાકમાં જાહેર કરો, ટકાવારી 6 ટકા બદલાતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
Lok Sabha Elections 2024 : 19 એપ્રિલ અને 26 એપ્રિલના ડેટામાં મતની ટકાવારીમાં 6 ટકાનો ફેરફાર આવ્યો હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. એક બિન સરકારી સંગઠન (NGO)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પંચને આ નિર્દેશ આપવાની માંગ કરી છે કે મતદાન થવાના 48 કલાકમાં મતદાન ટકાવારીનો સમગ્ર ડેટા જાહેર કરાશે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ મતદાર આંકડાને તાત્કાલિક જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
'મતદાનના આંકડા 48 કલાકમાં જાહેર કરો'
અરજીમાં માંગ કરાઈ છે કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને એ નિર્દેશ આપ્યો કે તેઓ પોતાની વેબસાઈટ પર તમામ મતદાન કેન્દ્રના ફોર્મ 17C પાર્ટ-1 (રેકોર્ડ કરાયેલા મતોનો હિસાબ)ની સ્કેન કરેલી લેજિબલ કોપી પ્રકાશન મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં કરો. તેમાં પડેલા મતોના પ્રમાણિત આંકડાઓનો સમાવેશ થવો જોઈએ.
જોકે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ પોતાની 2019 જનહિત અરજીમાં એક અંતરિમ અરજી દાખલ કર્યું છે. આ અરજીમાં કહ્યું કે, 'ચૂંટણી પંચને 2024ની લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાન બાદ ફોર્મ 17C પાર્ટ-1માં દાખલ કરાયેલા મતોની સંખ્યાના પૂર્ણ આંકડાઓમાં ટેબ્યુલેટેડ મતદાન કેન્દ્ર-વાર ડેટા અને ચૂંટણી વિસ્તારના ટેબ્યુલેટેડ ડેટા ઉપલબ્ધ કરવવાના નિર્દેશ આપો.'
તેમાં કહેવાયું છે કે, 'અરજી એ નક્કી કરવા માટે દાખલ કરાઈ છે કે ચૂંટણી અનિયમિતતાઓથી લોકતાંત્રિક પ્રક્રિયાને અસર ન થાય. ચૂંટણી પંચે 30 એપ્રિલએ 2024ની લોકસભા ચૂંટણીના ડેટા જાહેર કર્યા હતા. તેમાં પહેલા બે તબક્કા માટે મતદાનનો ડેટા હતો. આ ડેટા 19 એપ્રિલે થયેલા પહેલા તબક્કાના મતદાનના 11 દિવસ બાદ 27 એપ્રિલે બીજા તબક્કાના મતદાનના 4 દિવસ બાદ જાહેર કરાયો છે.'
'6 ટકાના મતદાનનો વધારો થયો'
દાખલ અરજીમાં કહેવાયું છે કે, 'પૂર્ણ સંખ્યામાં અલગ અલગ ચૂંટણી વિસ્તાર અને મતદાન કેન્દ્રના આંકડાએ ઉપરોક્ત ડેટાની ચોકસાઈ અંગે ચિંતા અને લોકોમાં શંકા ઊભી કરી દીધી છે. 30 એપ્રિલની પ્રેસનોટમાં જાહેર થયેલા ડેટા, 19 એપ્રિલ અને 26 એપ્રિલના ડેટા સાથે સરખામણી કરવામાં આવે છે તો લગભગ 6 ટકાના મતદાનનો વધારો જોવા મળે છે. આનું સમાધાન કરવામાં આવે.'