Get The App

અર્થી ઉઠે ત્યારે જ બહેનો સાથે સંબંધ સમાપ્ત થાય...: અમેઠીમાં પરાજય બાદ સ્મૃતિ ઈરાનીનું ભાવુક નિવેદન

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
અર્થી ઉઠે ત્યારે જ બહેનો સાથે સંબંધ સમાપ્ત થાય...: અમેઠીમાં પરાજય બાદ સ્મૃતિ ઈરાનીનું ભાવુક નિવેદન 1 - image


Image: Twitter

Smriti Irani Defeated in Amethi: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં યુપીએ સમગ્ર દેશને ચોંકાવી દીધો. 2019ની ચૂંટણીમાં 64 બેઠક જીતનારી ભાજપ 37 બેઠકો મેળવી શકી. ભાજપના ઘણા કેન્દ્રીય મંત્રી પણ પોતાની બેઠક બચાવી ન શક્યાં. આ દરમિયાન સૌથી મોટું નામ સ્મૃતિ ઈરાનીનું રહ્યું. સ્મૃતિ ઈરાનીને અમેઠીથી હારનો સામનો કરવો પડ્યો.

ભલે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ તેમણે સંકેત આપ્યો કે તેઓ અમેઠીને છોડશે નહીં અને આગળ પણ કામ કરતા રહેશે. તેમણે પરિણામો બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જીત મેળવનાર કિશોરી લાલ શર્માને શુભકામનાઓ પણ આપી અને પોતાની ભવિષ્યની યોજનાઓ પર વાત કરી. 

સ્મૃતિ ઈરાની ભાવુક થયાં

સ્મૃતિ ઈરાનીએ પોતાની પ્રેસ કોન્ફરન્સના સમાપન પર કંઈક એવું કર્યું, જેની આશા કોઈને નહોતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં આમાં જ જોડાયેલા રહેશે તો તેમણે કહ્યું, 'બહેનો સાથેનો સંબંધ ત્યારે તૂટે છે જ્યારે અર્થી ઉઠે છે.' સ્મૃતિ ઈરાનીના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે.

તમામ કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો

આ પહેલા સ્મૃતિ ઈરાનીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હું તે તમામ ભાજપ પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું. જેમણે અત્યંત સમર્પણ અને નિષ્ઠાની સાથે મતવિસ્તાર અને પાર્ટીની સેવામાં કામ કર્યું છે. આજે હું પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની આભારી છું કે તેમની સરકારોએ 30 વર્ષોના બાકી કાર્યોને માત્ર 5 વર્ષમાં પૂરા કર્યાં છે. હું જીતનારને શુભકામનાઓ આપું છું. હું અમેઠીના લોકોની સેવામાં રહીશ. અમે સંગઠનને વધુ સશક્ત કરીશું.'

દોઢ લાખથી વધુ વોટથી મળી હાર

ક્યારેક કોંગ્રેસનો ગઢ મનાતી અમેઠી લોકસભા બેઠક પર 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. આ વખતે કોંગ્રેસે આ બેઠક પર રાહુલ ગાંધીના સ્થાને કિશોરી લાલ શર્માને ઉતાર્યા. સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ શર્માને ટક્કર આપી શક્યાં નહીં અને તેમને 166022 વોટથી હારનો સામનો કરવો પડ્યો.


Google NewsGoogle News