નીતીશ કુમાર 'C ગ્રેડ' મૂવી જેવા ડાયલોગ બોલતા રહ્યા અને પાર્ટીના નેતા હસતા રહ્યા: રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ
- દુ:ખની વાત એ છે કે, નીતીશ કુમાર હજુ પણ ગૃહનો હિસ્સો છે: રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ
નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023, બુધવાર
Nitish Kumar Population Control Remark Row: બિહારના સીએમ નીતીશ કુમારે વિધાનસભામાં વસતી નિયંત્રણ અંગે આપેલા વાંધાજનક નિવેદનની ચારે બાજુ ટીકા થઈ રહી છે. આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, નીતીશ કુમારનું નિવેદન ગંદુ મજાક જેવું છે.
તેમણે આગળ કહ્યું કે, દુ:ખની વાત એ છે કે, નીતીશ કુમાર હજુ પણ ગૃહનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમાર બોલતા રહ્યા અને તેમની પાર્ટીના નેતા હસતા રહ્યા. તેમનો ડાયલોગ 'C ગ્રેડ' ફિલ્મના જેમ હતો. મારો સવાલ છે કે, ગૃહમાં મહિલાઓએ તે જ સમયે અવાજ કેમ ન ઉઠાવ્યો. અમે સ્પીકર પર માંગ કરી રહ્યા છે કે, તે નિવેદનોને સદનની કાર્યવાહીમાંથી હટાવવામાં આવે.
મહિલા આયોગે કહ્યું હતું- તાત્કાલિક માફી માંગો
મહિલા આયોગના અધ્યક્ષે મંગળવારે કહ્યું હતું કે, 'આ દેશની દરેક મહિલા વતી રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે હું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે તાત્કાલિક અને સ્પષ્ટ માફીની માંગ કરું છું. વિધાનસભામાં તેમની અભદ્ર ટિપ્પણી મહિલાઓની ગરિમા અને તેમના સન્માનનું અપમાન છે.