‘પરીક્ષા પે ચર્ચા’ માટે રજિસ્ટ્રેશન શરૂ, આ સરળ સ્ટેપ અપનાવી કરી શકશો અરજી
Pariksha Pe Charcha 2025 : પરિક્ષા પે ચર્ચા 2025 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધણીની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી Pariksha Pe Charcha 2025માં ભાગ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતાપિતા નિર્ધારિત તારીખોમાં ઑનલાઇન મોડ દ્વારા નોંધણી કરાવી શકે છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે અરજી સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in પર જઈને કરી શકાય છે. આ સાથે તમારી સુવિધા માટે આ પેજ પર એપ્લિકેશન લિંક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નોંધણી માટે કઈ વિગતોની જરૂર પડશે
પરિક્ષા પે ચર્ચા 2025 માટેના રજીસ્ટ્રેશન કરાવવા માટે વિદ્યાર્થીઓ/માતાપિતા/શિક્ષકોને તેમનું પૂરુ નામ અને મોબાઈલ નંબર/ઈમેલ આઈડીની જરૂર રહેશે.
આ રીતે કરો નોંધણી
- પરીક્ષા પર ચર્ચા રજીસ્ટર કરવા માટે સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in પર જવાનું રહેશે.
- વેબસાઈટના હોમ પેજ પર Participate Now પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી કેટેગરી પ્રમાણે સ્ટુડન્ટ Student (Self Participation), Student (Participation through Teacher login), Teacher, Parent પસંદ કરીને તેની નીચે ક્લિક ટુ પાર્ટીસીપેટ પર ક્લિક કરો.
- હવે તમારું પૂરું નામ, મોબાઈલ નંબર/ઈમેલ આઈડી દાખલ કરીને નોંધણી કરો.
- ત્યાર બાદ અન્ય વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
પરિક્ષા પે ચર્ચા 2025 રજીસ્ટ્રેશન ફોર્મ લિંક
આ પણ વાંચો : હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
શું છે પરિક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા બાળકોમાં પરીક્ષાને લઈને રહેલા તણાવને દૂર કરવા અને તેમને સફળતા માટે પ્રેરિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરિક્ષા પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચામાં વિદ્યાર્થીઓ સીધા વડાપ્રધાન મોદીને પ્રશ્નો પૂછી શકશે.