Get The App

NEET UG પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ, ઉમેદવારો આવી રીતે કરી શકશે અરજી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
NEET UG પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ, ઉમેદવારો આવી રીતે કરી શકશે અરજી 1 - image


Image Source: Freepik

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2024 શનિવાર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી નીટ યુજી પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જે માટે પાત્ર અને ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર સાઈટ neet.ntaonline.in પર જઈને રજિસ્ટ્રેશન કરી શકે છે. ઉમેદવાર નીચે જણાવાયેલા સ્ટેપ્સ દ્વારા પણ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરી શકે છે. સાથે જ ડાયરેક્ટ લિંકની મદદથી પણ અરજી કરી શકાય છે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 09 માર્ચ નક્કી કરી દેવાઈ છે. 

આ પરીક્ષા માટે તે ઉમેદવાર અરજી કરી શકે છે જે આ વર્ષે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સામેલ થયા છે કે પછી પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. જે ઉમેદવારોએ ઓપન સ્કુલથી કે એક્સટર્નલ ઉમેદવાર તરીકે ધોરણ 12 પાસ કર્યું છે તે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માં બેસવા પાત્ર નથી. 

અરજી ફી

નીટ યુજી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારોને અરજી ફી ની ચૂકવણી પણ કરવાની રહેશે. NEET UG માટે અરજી કરનાર જનરલ/એનઆરઆઈ શ્રેણીના ઉમેદવારો માટે ફી 1700 રૂપિયા છે. તેમજ EWS/OBC-NCL શ્રેણીના ઉમેદવારો માટે 1600 રૂપિયા અને એસસી/એસટી વર્ગના ઉમેદવારો માટે 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર અરજી ફી ની ચૂકવણી ઓનલાઈન મોડ દ્વારા કરી શકે છે. વધુ જાણકારી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ જોઈ શકે છે.

NEET UG 2024 Registration Begins: રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ

સ્ટેપ 1: ઉમેદવારે NEET UG 2024 માટે રજિસ્ટ્રેશન કરવા માટે સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જવુ.

સ્ટેપ 2: પછી ઉમેદવાર હોમ પેજ પર ઉપલબ્ધ NEET UG પરીક્ષા 2024 રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

સ્પેટ 3: હવે ઉમેદવારે રજિસ્ટ્રેશન ડિટેલ્સ નોંધીને પોતાનું રજિસ્ટ્રેશન કરવુ.

સ્ટેપ 4: રજિસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારે લોગ ઈન કરવુ.

સ્ટેપ 5: હવે ઉમેદવારે અરજી ભરવી. 

સ્ટેપ 6: જે બાદ ઉમેદવારે અરજી ફી ની ચૂકવણી કરવી. 

સ્ટેપ 7: હવે ઉમેદવાર સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો. 

સ્ટેપ 8: અંતમાં ઉમેદવારે આગળની જરૂરિયાત માટે ફોર્મની હાર્ડ કોપી પોતાની પાસે રાખવી.


Google NewsGoogle News