ICMRમાં વિજ્ઞાનીઓના હોદ્દા માટે ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે
આ ભરતીમાં સાયન્ટિસ્ટ-બી અને સાયન્ટિસ્ટ-સી માટે 31 જગ્યાઓ ભરવામાં આવશે.
Image Twitter |
ICMR Recruitment 2024: ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ સાયન્ટિસ્ટ-બી અને સાયન્ટિસ્ટ-સીની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેમા લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે. અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ recruitment.icmr.org.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
ICMR Recruitment 2024 Vacancy:
આ ભરતીમાં સાયન્ટિસ્ટ-બી અને સાયન્ટિસ્ટ-સી માટે 31 જગ્યાઓ ભરવામાં આવશે. કુલ 31 જગ્યાઓમાંથી સાયન્ટિસ્ટ-બીની જગ્યાઓ માટે 30 જગ્યાઓ (15 મેડિકલ અને 15 નોન-મેડિકલ) અને સાયન્ટિસ્ટ-સી (બાયોએથિક્સ) માટે 1 જગ્યા ભરવામાં આવશે.
ઉંમર મર્યાદા
અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. પાત્રતા માપદંડ સહિત અન્ય વિગતોની માહિતી માટે અધિકૃત સૂચના વાંચો.
પસંદગીની પ્રક્રિયા
યોગ્ય ઉમેદવારોને કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા (MCQ) અથવા ઈન્ટરવ્યુ અથવા બંનેના આધારે પસંદગી કરવામાં આવશે. જો લેખિત પરીક્ષા ગોઠવવામાં આવશે તો તે સંશોધન પદ્ધતિઓ પર આધારિત હશે અને લઘુત્તમ લાયકાત ગુણ 75 ટકા હશે.
અરજી ફી
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે 1500 રુપિયા ચુકવવાના રહેશે. એસસી/ એસટી/ મહિલા/પીડબલ્યુબીડી/ ઈડબલ્યુએસ ઉમેદવારોને અરજી ફીમાં છુટછાટ આપવામાં આવી છે.
ઉમેદવારો કેવી રીતે કરશે અરજી
- અધિકૃત વેબસાઈટ https://recruit.icmr.org.in/ પર જાઓ.
- હોમપેજ પર એપ્લાઈ લિંક પર ક્લિક કરો
- અરજી ફોર્મ ભરો
- માગ્યા મુજબના તમામ દસ્તાવેજ અપલોડ કરો
- અરજી ફીની ચુકવણી કરો
- ફોર્મ જમા કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.