કોલ ઈન્ડિયામાં ભરતી, મેડિકલ એક્ઝિક્યુટિવના હોદ્દા પર નિમણૂકો, જાણો છેલ્લી તારીખ અને બીજી વિગતો
CIL Recruitment 2024: કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)એ મેડિકલ એક્ઝિક્યુટિવના હોદ્દા પર ભરતી જાહેરાત કરી છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 34 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા 12મી માર્ચ 2024થી શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 11મી એપ્રિલ 2024 સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://www.coalindia.in પર જઈને અરજી કરવાની રહેશે.
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર
મળતી માહિતી અનુસાર, જનરલ/યુઆર સિનિયર મેડિકલ સ્પેશિયાલિસ્ટ (E4 ગ્રેડ) માટેની આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 42 વર્ષ હોવી જોઈએ. જનરલ/યુઆર માટે સિનિયર મેડિકલ ઓફિસર (સિનિયર મેડિકલ ઓફિસર (ડેન્ટલ)/મેડિકલ સ્પેશિયાલિસ્ટ (E3 ગ્રેડ) માટેની મહત્તમ ઉંમર 35 વર્ષ છે. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
આ રીતે ઓનલાઈન અરજી કરી શકાશે
અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.eastercoal.nic.in પર લોગ ઈન કરવું પડશે અને તેમનું અરજીપત્ર ભરવું પડશે. અરજી ફોર્મ ભર્યા પછી ઉમેદવારે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ કોપી અને પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ (ચેક લિસ્ટ મુજબ) સ્પીડ પોસ્ટ દ્વારા GM/HOD (એક્ઝિક્યુટિવ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ), સેક્ટેરિયા, દિશેરગઢ,પશ્ચિમ વર્ધમાન, પશ્ચિમ બંગાળ-713333 પર મોકલવાનો રહેશે.
ભરતી ઈન્ટરવ્યૂમાં આ ડોક્યુમેન્ટની જરૂર પડશે
આ સાથે ઇન્ટરવ્યૂ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને તમામ જરૂરી ડોક્યુમેન્ટની અસલ નકલો સાથે ભરેલા અરજી ફોર્મની ફોટોકોપી અને પ્રિન્ટઆઉટ સાથે ઈન્ટરવ્યૂ સ્થળ પર પહોંચવાની સલાહ અપાઈ છે. ત્યારબાદ ઉમેદવારોના અરજી ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણી કરાશે. જો કોઈપણ ઉમેદવારની અરજી અધુરી હશે, પ્રમાણપત્ર ખૂંટતા હશે અથવા દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા હશે તો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.