આવકવેરા વિભાગમાં ભરતી જાહેર, 19 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે, 12 પાસ માટે પણ તક
આવકવેરા વિભાગની ભરતી 2024 માટે કુલ 291 જગ્યાઓ ભરવાની છે
અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી, 2024 છે
Image Web |
તા. 7 જાન્યુઆરી 2024, રવિવાર
આવકવેરા વિભાગ મુંબઈ દ્વારા 291 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવશે. ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે, જે 19 જાન્યુઆરી, 2024 સુધી ચાલુ રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે તેમજ વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ ફોર્મ ભરી શકે છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2024
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ વિભાગની અધિકૃત વેબસાઈટ incometaxmumbai.gov.in પર જઈ અરજી માટેની લિંક ઓપન કરી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2024 છે.
આવકવેરા વિભાગ ભરતી 2024 માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની લિંક
Income Tax Department Vacancy 2024: ભરતી વિવરણ
આ ભરતીમાં ઈન્કમ ટેક્સ વિભાગ, મુંબઈ વિભાગની કુલ 291 જગ્યાઓ ભરવામાં આવશે. જેનું વિવરણ આ પ્રમાણે છે.
ઈન્સપેક્ટર ઓફ ઈન્કમ ટેક્સ (ITI): 14 જગ્યાઓ
સ્ટેનોગ્રાફર ગ્રેડ II (સ્ટેનો) : 18 પોસ્ટ્સ
ટેક્સ આસિસ્ટન્ટ (TA): 119 જગ્યાઓ
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS): 137 જગ્યાઓ
કેન્ટીન એટેન્ડન્ટ (CA): 3 જગ્યાઓ
લાયકાત અને વયમર્યાદા
આ ભરતી માટે ઉમેદવારોએ પોસ્ટ મુજબ મેટ્રિક અથવા સમકક્ષ/ 10+2/ સ્નાતક પાસ હોવા જોઈએ. આ ઉપરાંત સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નિર્ધારિત લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ સાથે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુમાં 25/27/30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગમાં આવતાં ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે. તેના માટે ઉમેદવારોએ વિભાગની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
અરજી ફી
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ વિભાગે નક્કી કરેલ ફી ભરવાની રહેશે. જેમા દરેક વર્ગના ઉમેદવારો માટે 200 રુપિયા ફી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારે અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકશે.