સ્ટેટ બેંકમાં મેનેજર અને સ્પેશ્યાલીસ્ટના 442 પદો પર ભરતી, sbi.co.in પર કરી શકશો અરજી

ભરતી માટેની ઓનલાઈન અરજી તા. 16 સપ્ટેમ્બર 2023 થી શરુ થશે.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2023

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
સ્ટેટ બેંકમાં મેનેજર અને સ્પેશ્યાલીસ્ટના 442 પદો પર ભરતી, sbi.co.in પર કરી શકશો અરજી 1 - image
Image Twitter 

તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર

ભારતીય સ્ટેટ બેંકમાં સ્પેશ્યાલીસ્ટ કેડર ઓફિસરની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. એસબીઆઈએ આ ભરતી માટે મેનેજર અને સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની કુલ 442 પદ પરની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. આ પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ એસબીઆઈની અધિકૃત વેબસાઈટ  sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. એસબીઆઈની ભરતી માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ 16 સપ્ટેમ્બરથી શરુ થઈ જશે અને અરજી કરવાની 6 ઓક્ટોબર 2023 સુધી રાખવાની આવી છે. 

મહત્વની જાણકારી નોંધી લેશો 

  • એસબીઆઈની આ ભરતીમાં કુલ 442 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
  • ભરતી માટેની ઓનલાઈન અરજી તા. 16 સપ્ટેમ્બર 2023 થી શરુ થશે.
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2023

પરીક્ષાની તારીખ 

એસબીઆઈ દ્વારા આ પરીક્ષાની તારીખ હજુ ફાઈનલ નથી પરંતુ ડીસેમ્બર 2023/ જાન્યુઆરી 2024 માં આયોજીત કરવામાં આવશે. આ ઉપરાંત એડમિટ કાર્ડ જાહેર કરવાની છેલ્લી તારીખ પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલા રહેશે.

અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત 

આ અરજી માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર તેમજ વિસ્તૃત જાણકારી માટે આપવામાં આવેલા નોટીફિકેશન ખોલી ચેક કરી શકો છો. 

મેનેજરની જગ્યા માટેના નોટીફિકેશન માટે અહીં ક્લીક કરો

સ્પેશ્યાલીસ્ટની જગ્યા માટેના નોટીફિકેશન માટે અહીં ક્લિક કરો

અરજી ફી 

એસબીઆઈની આ ભરતીમાં જનરલ/ઓબીસી/ઈડબલ્યુએસના ઉમેદવારોએ 750 રુપિયા ભરવાની રહેશે. જ્યારે એસસી, એસટી ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી. 

પસંદગીની પ્રક્રિયા

એસબીઆઈની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. કેટલીક જગ્યાઓમાં ઈન્ટરવ્યુ પણ કરવામાં આવશે.



Google NewsGoogle News