Get The App

રસપ્રદ ઈતિહાસ, હોળીમાં લિજ્જતથી ખવાતા ઘુઘરા સેંકડો વર્ષો પહેલા સાત સમંદર પારથી આવ્યા હતા

13મી સદીમાં ભારતમાં સૌપ્રથમ વખત ઘુઘરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં ઘુઘરા કહેવામાં આવે છે, તો છત્તીસગઢ રાજ્યમાં તેને કુસલી, મહારાષ્ટ્રમાં કરંજી

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
રસપ્રદ ઈતિહાસ, હોળીમાં લિજ્જતથી ખવાતા ઘુઘરા સેંકડો વર્ષો પહેલા સાત સમંદર પારથી આવ્યા હતા 1 - image
Image Twitter 

રંગોના તહેવાર હોળીનો આનંદ આપણે સૌ ખૂબ  ધામ-ધૂમથી ઉજવીએ છીએ. આ તહેવારમાં દરેક લોકો એક બીજાના ઘરે મળવા પણ જાય છે, ત્યારે ઘુઘરા જરુર પીરસવામાં આવે છે, જે હોળીની સોથી સ્પેશિયલ અને આવશ્યક અને હોળીના પ્રતીક ગણાતી મીઠી વાનગી છે. હોળીના સમયે ઘુઘરા દેશની રાષ્ટ્રીય વાનગી બની જાય છે. તેને ક્યાંક ઘુઘરા તો ક્યાંક ગુજિયા જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. 

કેટલાક પ્રદેશમાં જો હોળીના તહેવારમાં ઘુઘરા ઘરે બનાવવામાં ન આવે તો આ તહેવાર અધુરો ગણવામાં આવે છે. હોળીની કોઈ પણ પાર્ટી કે કોઈ મહેમાનગીરી તેના વગર અધૂરી કહેવાય છે. લોટના અર્ધચંદ્રાકાર આકારના રેપરમાં ડ્રાયફ્રૂટ્સ મિશ્રિત માવો ભરી તળીને અથવા શેકીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.

આ એક શુદ્ધ ભારતીય વાનગી છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૌથી પહેલા ઘુઘરા ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યા હતા? આ એક શુદ્ધ ભારતીય વાનગી છે, અને તેને સ્પેશિયલ હોળી તહેવારમાં બનાવવામાં આવે છે, અને તે હોળીની પૂરક વાનગી બની ગઈ છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે આ બીજી અન્ય વાનગીની જેમ વિદેશમાંથી આવી હશે, પરંતુ એવું નથી આ ઘુઘરા પ્યોર ભારતીય છે.

બહાર લોટનું લેયર, અંદર ડ્રાયફ્રૂટ્સનો માવો અને બદામનું સ્ટફિંગ

ઘુઘરામાં બહારના ભાગમાં લોટનું પડ હોય અને તેની અંદર દૂધ તેમજ નાળિયેરની છીણ અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ મિક્ષ કરવામાં આવે છે. નાળિયેરની છીણ અને ડ્રાયફ્રુટ્સની ઝીણું કાપીને મિક્સ કરી જરુરી ખાડ નાખવામાં આવે છે અને ત્યાર પછી તેને તેલ અથવા ઘીમાં તળવામાં આવે છે. આ રીતે ઘુઘરા તૈયાર કરવામાં આવે છે. હોળીના અવસરે ઉત્તર ભારતના દરેક ઘરમાં ઘુઘરા બનાવવાની ખાસ પરંપરા રહેલી છે. 

દરેક રાજ્યમાં અલગ અલગ નામ ઓળખાય છે ઘુઘરા

ગુજરાતમાં ઘુઘરા કહેવામાં આવે છે, તો છત્તીસગઢ રાજ્યમાં તેને કુસલી, મહારાષ્ટ્રમાં કરંજી, બિહારમાં પિડકી, કર્ણાટકમાં કારીગાડુબુ, તમિલનાડુમાં સોમાસી અને આંધ્રપ્રદેશમાં કાજિકયાલુ કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં હોળી અને દક્ષિણ ભારતમાં દિવાળીના અવસરે ઘરે ઘુઘરા (ગુઢિયા) બનાવવાની પરંપરા છે.

ભારતીયો સેંકડો વર્ષોથી ઘુઘરા ખાય છે, પરંતુ કોઈ ઈતિહાસ નોંધાયેલો નથી

ઘુઘરા વિશે નંદિતા અય્યરે તેમના ' ધ ગ્રેટ ઈન્ડિયન થાળી'  નામના પુસ્તકમાં ઘુઘરા વિશે વાત  કરી છે, જેમાં તેમણે ઘુઘરા ક્યાંથી આવ્યા અને લોકોની  જીભ પર કેવી રીતે લોકપ્રિય બન્યા તે વિશે લખ્યું છે. આ પુસ્તક ગયા સપ્ટેમ્બર 2022માં પ્રકાશિત થયું હતું. જો કે, આપણે ભારતીયો સેંકડો વર્ષોથી ઘુઘરા ખાતા આવીએ છીએ, પરંતુ તેના ઈતિહાસ વિશે બહુ જ ઓછુ જાણીએ છીએ. તેના વિશે સામાન્ય રીતે કોઈ પુસ્તકોમાં જોવા મળતું નથી.

ઘુઘરાની ઉત્પત્તિ મૂળ બુંદેલખંડથી થઈ

ઘુઘરા વિશેનો એક સંદર્ભ 13મી સદીનો છે, તેમા ઘુઘરાની જેવા વાનગી બનાવવાનો સંદર્ભ જોવા મળે છે. જેમાં મધ અને ગોળના મિશ્રણને ગરમ કરીને અને પછી તેને લોટથી કોટિંગ કરીને બનાવવામાં આવતી ઘુઘરા જેવી વાનગીનો ઉલ્લેખ જોવા મળે છે. અન્ય એક સંદર્ભમાં ઘુઘરાનું મૂળ મૂળ યુપી એટલે કે ઉત્તર પ્રદેશના બુંદેલખાર વિસ્તારમાં હોવાનું કહેવાય છે, તેનો સમયગાળો આશરે 16-17 સદીની વચ્ચેનો હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News