બેન્કો માટે RBIની નવી ગાઈડલાઈન, ક્રેડિટ કાર્ડ જારી કરવાના નિયમોમાં કર્યા આ ફેરફાર
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 06 માર્ચ 2024 બુધવાર
ભારતીય રિઝર્વ બેન્કે 6 માર્ચ 2024એ કહ્યુ કે ક્રેડિટ કાર્ડ જારીકર્તાઓએ કાર્ડ નેટવર્કની સાથે કોઈ કરાર કરવા જોઈએ નહીં. આ તેમને અન્ય કાર્ડ નેટવર્કની સેવાઓનો લાભ ઉઠાવવાથી રોકે છે. RBIએ કહ્યુ કે કાર્ડ જારીકર્તાઓએ કાર્ડ જારી કરતી વખતે પોતાના લાયક ગ્રાહકોને ઘણા બધા કાર્ડ નેટવર્કમાંથી પસંદ કરવાનો વિકલ્પ પણ આપવો પડશે. વર્તમાન કાર્ડધારકો માટે આ વિકલ્પ આગામી નવીનીકરણના સમયે આપવામાં આવી શકે છે. આ પગલુ RBI તરફથી એ જોયા બાદ આવ્યુ છે કે કાર્ડ નેટવર્ક અને કાર્ડ જારીકર્તાઓની વચ્ચે હાજર અમુક વ્યવસ્થાઓ ગ્રાહકો માટે વિકલ્પની ઉપલબ્ધતા માટે અનુકૂળ નથી. સેન્ટ્રલ બેંક ડાયરેક્ટિવ અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પો., ડીનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિ., માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પીટીઇ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-રુપે અને વિઝા વર્લ્ડવાઇડ પીટીઇ લિમિટેડ તરીકે અધિકૃત કાર્ડ નેટવર્કને વ્યાખ્યાયિત કરે છે.
આ લોકો માટે આ છે ગાઈડલાઈન
RBIએ કહ્યુ કે કાર્ડ જારીકર્તાઓ અને કાર્ડ નેટવર્કને એ નક્કી કરવાની જરૂર છે કે નવા કરાર નક્કી કરીને સુધારો કે નવીનીકરણના સમયે વર્તમાન કરારમાં નવા નિયમ લાગુ કરવામાં આવે. જોકે, RBIએ સ્પષ્ટ કર્યુ કે નવી ગાઈડલાઈન તે ક્રેડિટ કાર્ડ જારીકર્તાઓ પર લાગુ નથી જેમના જારી કરવામાં આવેલા એક્ટિવ કાર્ડની સંખ્યા 10 લાખ કે તેનાથી ઓછી છે. આ સિવાય કાર્ડ જાહેરકર્તા જે પોતાના સ્વયંના અધિકૃત કાર્ડ નેટવર્ક પર ક્રેડિટ કાર્ડ જારી કરે છે. તેમને આ ગાઈડલાઈનથી બહાર રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે અધિકૃત કાર્ડ નેટવર્ક ક્રેડિટ કાર્ડ જારી કરવા માટે બેન્કો અને નોન-બેંક સાથે જોડાણ કરે છે. કોઈ ગ્રાહકને જારી કરવામાં આવેલા કાર્ડ માટે નેટવર્કની પસંદગી કાર્ડ જારીકર્તા દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ તે વ્યવસ્થાઓ સાથે જોડાયેલો હોય છે જે કાર્ડ જારીકર્તા પોતાના દ્વીપક્ષીય કરારના સંદર્ભમાં કાર્ડ નેટવર્કની સાથે રાખે છે.