Get The App

‘વ્યાજ દરની સ્થિતિ પલટાશે’ મોંઘી EMIમાં રાહત આપવા મુદ્દે વાણિજ્ય મંત્રીનું મોટું નિવેદન

મોંઘવારી કાબુમાં આવતા જ RBI રેપો રેટ ઘટાડશે : પીયુષ ગોયલ

છેલ્લા દોઢ વર્ષમાં યૂક્રેન સંકટ બાદ વ્યાજ દરમાં 2.50 ટકાનો વધારો થયો

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
‘વ્યાજ દરની સ્થિતિ પલટાશે’ મોંઘી EMIમાં રાહત આપવા મુદ્દે વાણિજ્ય મંત્રીનું મોટું નિવેદન 1 - image

Relief From High EMI : મોંઘી લોનના કારણે મોંઘી EMIથી પરેશાન થયેલા લોકો માટે સારા સમાચારો સામે આવ્યા છે. આવનારા દિવસોમાં બેન્કિંગ સેક્ટરની રેગ્યૂલેટર ભારતીય રિઝર્વ બેંકે (RBI)એ રેપો રેટમાં કપાત કરી શકે છે. આ અંગે ખુદ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલે (Piyush Goyal) વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, મોંઘવારી (India Inflation) કાબુમાં આવતા જ આરબીઆઈ પોલિસી રેટ (RBI Policy Rate) એટલે કે રેપો રેટમાં કપાત કરશે.

લોન સસ્તી થશે !

સરકારના કોઈ મંત્રીએ વ્યાજ દરમાં કપાતના સંકેત આપ્યા હોય, તેવું પ્રથમવાર બન્યું છે. તેમણે કહ્યું કે, ‘દેશનું આર્થિક માળખું મજબૂત છે અને મોંઘવારી કાબુમાં છે. ભારતમાં 10 વર્ષનો સરેરાશ મોંઘવારી દર લગભગ 5થી 5.5 ટકા રહ્યો છે, જે દાયકાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે અને આ જ કારણે વ્યાજ દરમાં પણ ઘણો ઘટાડો થયો છે. કેન્દ્રીય બેંક પણ મજબૂત થઈ છે અને તેમના વ્યાજ દર ઘટાડવાની ક્ષમતા છે.’

RBIની મોનિટરિંગ પોલિસી ટૂંક સમયમાં નિર્ણય લેશે

તેમણે કહ્યું કે, ‘એ હકીકત છે કે, છેલ્લા દોઢ વર્ષમાં યૂક્રેન સંકટ બાદ વ્યાજ દરમાં 2.50 ટકાનો વધારો થયો છે, પરંતુ હવે મોંઘવારી દર ઘણો નિયંત્રણમાં છે.’ તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, ‘વ્યાજ દરની સ્થિતિ પલટાશે અને ટુંક સમયમાં તેમાં ઘટાડો જોવા મળશે. ભલે વ્યાજ દરમાં આ ઘટાડો આગામી નાણાકીય નીતિ બેઠકમાં અથવા તે પછીની નીતિ બેઠકમાં થાય.’

એપ્રિલમાં MPCની બેઠક

એપ્રિલ 2022માં છૂટક ફુગાવોનો દર 7.80 ટકા નોંધાયા બાદ આરબીઆઈએ રેપો રેટ વધારવાનો સિલસિલો શરૂ કર્યો હતો અને આગામી છ તબક્કામાં રેપો રેટ ચાર ટકાથી વધારી 6.5 ટકા કરી દીધો. જોકે એપ્રિલ-2023 બાદ મોનિટરિંગ પોલિસીની છ બેઠક યોજાઈ, પરંતુ તેમાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી. જાન્યુઆરી 2024માં છૂટક ફુગાવાના દરનો ડેટા જાહેર કરાયો, જેમાં મોંઘવારી દર ઘટીને 5.10 ટકા નોંધાયો છે. આરબીઆઈની આગામી એમપીસીની બેઠક એપ્રિલ 2024માં યોજાશે.


Google NewsGoogle News