'BOB World'મોબાઈલ એપ પર નવા ગ્રાહકો જોડવા પર RBIએ લગાવ્યો હાલ પુરતો પ્રતિબંધ
બેંક ઓફ બરોડાની 'BOB World'મોબાઈલ એપ પર ગ્રાહકોને ઓનબોર્ડ કરવાની પ્રક્રિયામાં જોવા મળેલી ખામીઓને કારણે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો
Image BOB |
તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડો(BOB)ની મોબાઈલ એપ 'BOB World' પર નવા ગ્રાહકોને જોડવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો છે.
RBIને એપ પર કેટલીક ખામીઓ જોવા મળી હોવાનુ સામે આવ્યું
RBIએ કહ્યું કે, એપ્લિકેશન પર ગ્રાહકોને ઓનબોર્ડ કરવાની પ્રક્રિયામાં કેટલીક ખામીઓ જોવા મળી હોવાથી આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે. તેનો મતલબ એવો થયો કે, હવે નવા ગ્રાહકો BoBની આ એપમાં જોડાઈ શકશે નહીં. વધુમાં આરબીઆઈએ કહ્યું કે, ગ્રાહકોને જોડવાની પ્રકિયામાં જે ખામીઓ છે તેને દુર કર્યા પછી એપ શરુ કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.
RBI દ્વારા તાત્કાલિક અસરથી BOB World પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
RBએ આપેલા નિવેદન પ્રમાણે, ભારતીય રિઝર્વ બેંકના બેંકિંગ વ્યવહાર અધિનિયમ, 1949 ની કલમ નંબર 35A હેઠળ તેના અધિકારનો ઉપયોગ કરતા બેંક ઓફ બરોડાની 'BOB World' મોબાઈલ એપ પર ગ્રાહકોને જોડવાની પ્રક્રિયા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવાની સુચના આપી છે.