ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો મૂંઝાશો નહીં, બેંક પણ બદલવાની નહીં પાડે ના, અપનાવો આ રસ્તો

સરકારી અથવા પ્રાઈવેટ દરેક બેંકો પોતાની દરેક બ્રાંચમાં કોઈપણ પરેશાની વગર ફાટેલી તુટેલી નોટો બદલી આપે: RBI

કોઈ પણ ATM માંથી જો ફાટેલી નોટ નીકળે તો તમે તેને બદલાવી શકો છો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો મૂંઝાશો નહીં, બેંક પણ બદલવાની નહીં પાડે ના, અપનાવો આ રસ્તો 1 - image
Image Envato 

તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર 

Exchange Damaged Currency Rule: અત્યારે મોટાભાગના લોકો કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ઓનલાઈન યુપીઆઈ (UPI) પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. જેમાં બેંક એપ સિવાય અન્ય કેટલીક યુપીઆઈ એપ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા લોકો સરળતાથી પેમેન્ટ કરી શકે છે. જેથી લોકોને છુટા પૈસા રાખવાની જરુર નથી રહેતી. પરંતુ કેટલાક કિસ્સામાં રોકડમાં ચુકવવા પડતાં હોય છે અને તેના માટે ક્યારેક એટીએમમાથી કેશ ઉપાડીને વ્યવહાર કરતા હોય છે. પરંતુ ક્યારેક એટીએમમાંથી ફાટેલી નોટો નિકળે, તો તમે શું કરશો ? તો તેના માટે તમારે જરા પણ પરેશાન થવાની જરુર નથી, કારણ કે આ નોટ તમે બદલાવી શકો છો. આવો વિગતે જાણીએ કે આખરે આ નોટો બદલાવાની પ્રોસેશ શું હોય છે. 

આ છે RBI નિયમનો નિયમ

RBI એટલે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહ્યું છે કે, સરકારી અથવા પ્રાઈવેટ દરેક બેંકો પોતાની દરેક બ્રાંચમાં કોઈપણ પરેશાની વગર ફાટેલી- તુટેલી નોટો બદલી આપે. તેમા કોઈ બેંક જો બદલવાની મનાઈ કરે તો, તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છેં અને 10 હજાર રુપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે. 

આવી રીતે બદલાવી શકાય છે ફાટેલી નોટ

સ્ટેપ 1

કોઈ પણ ATM માંથી જો ફાટેલી નોટ નીકળે તો તમે તેને બદલાવી શકો છો. 

તેના માટે તમારે એ બેંકમાં જવુ પડશે, જે બેંકના એટીએમમાંથી તમે નોટો નિકાળી છે...

સ્ટેપ 2

ત્યાર બાદ બેંકમાં જઈ તમારે એક એપ્લીકેશન આપવાની રહેશે. અને ATM માંથી નોટો કાઢી છે તે વિશે વિગતો આપવી પડશે.

સ્ટેપ 3

જો ATM માંથી નિકળેલી સ્લીપ હોય તો, તે એપ્લીકેશન સાથે જોડી દો

અથવા તો મોબાઈલ પર આવેલા મેસેજની કોપી કરી તેની પ્રિન્ટ લઈ જોડવી.

આ પછી બેંકના અધિકારીને ફાટેલી નોટો સાથે એપ્લીકેશન જમા કરાવવાની રહેશે, જે બાદ તમને બેંક નોટ બદલી આપશે.


Google NewsGoogle News