Get The App

RBI ગવર્નરને સીધો મેઇલ કરી બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
RBI ગવર્નરને સીધો મેઇલ કરી બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી 1 - image


RBI Received A Threatening Mail: દેશભરમાં ધમકીભર્યા કોલ અને ઈમેઇલનો સિલસિલો અટકી જ રહ્યો નથી. એરલાઇન્સ અને સ્કૂલો બાદ હવે સીધી આરબીઆઈને ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે. આ ઈમેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈમેલ પર મોકલવામાં આવ્યો હતો જેમાં વિસ્ફોટકો દ્વારા બેન્કને ઉડાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 

રશિયન ભાષામાં આવ્યો મેઈલ 

માહિતી અનુસાર આ ધમકીભર્યો ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી મળતાં જ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને ત્વરિત તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: 'હું અયોધ્યા અંગેના ચુકાદાનો બચાવ કરવા નથી માગતો..', જસ્ટિસ નરીમનને પૂર્વ CJIનો જવાબ


અગાઉ પણ RBIને ધમકીભર્યો ફોન આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નવેમ્બરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો, ફોન પર તે વ્યક્તિએ કહ્યું હતું કે, 'હું લશ્કર-એ-તૈયબાનો સીઈઓ છું.' ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રીક કાર ખરાબ થઈ ગઈ છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો.

RBI ગવર્નરને સીધો મેઇલ કરી બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી 2 - image


Google NewsGoogle News