વધશે લોનનું ભારણ કે મળશે રાહત? RBI આ અઠવાડિયે રેપો રેટ અંગે લેશે નિર્ણય

ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ વખતે પણ રેપો રેટ યથાવત રાખી શકે છે

હાલમાં રેપો રેટ 6.50 ટકા છે

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વધશે લોનનું ભારણ કે મળશે રાહત? RBI આ અઠવાડિયે રેપો રેટ અંગે લેશે નિર્ણય 1 - image
Image Twitter 

તા. 2 ઓક્ટોબર 2023, સોમવાર 

ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ વખતે પણ રેપો રેટ (Repo Rate) યથાવત રાખી શકે છે. અઠવાડિયામાં આરબીઆઈ (RBI)ની મોનિટરી પોલીસીની બેઠક થવાની છે, જેમા આ અઠવાડિયાના અંત સુધીમાં વ્યાજ વધારવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જો કે માહિતી પ્રમાણે આ વખતે પણ વ્યાજ દરો યથાવત રાખવામાં આવે તેવી સંભાવના છે. 

હાલમાં રેપો રેટ 6.50 ટકા છે

આરબીઆઈ (RBI) મોંઘવારી અને કાચા તેલ પર નજર રાખી રહી છે. કાચા તેલની કિંમત 10 મહિનામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે કડકાઈના સંકેત આપવામાં આવ્યા છે. તેથી આરબીઆઈ દ્વારા આવો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે, અને 4 થી 6 ઓક્ટોબર વચ્ચે યોજાનારી MPCની બેઠકમાં 6.50 ટકા જ રાખવામાં આવશે તેવી સંભાવના છે. 

તો સતત ચોથીવાર રેપો રેટમાં નહી થાય ફેરફાર 

જો આરબીઆઈ એવો નિર્ણય લે તો આ સતત ચોથીવાર હશે. જેમા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આરબીઆઈએ ગઈ વખતની બેઠકમાં મોંઘવારીને કંટ્રોલ કરવા અને માર્કેટની સ્થિતિને સુધારવા માટે વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો હતો. 

ઓછો થઈ શકે છે લોનનો બોજ

જો કેન્દ્રીય બેંક વ્યાજ દરને યથાવત રાખે તો બેંક લોનના વ્યાજ દરને ઘટાડી શકે છે અથવા તો યથાવત રાખશે. તેનો મતલબ છે કે લોકોને થોડી ઓછી અથવા હાલમાં જેટલી ચુકવી રહ્યા છે તેટલી જ EMI ચુકવવી પડશે.

  વધશે લોનનું ભારણ કે મળશે રાહત? RBI આ અઠવાડિયે રેપો રેટ અંગે લેશે નિર્ણય 2 - image



Google NewsGoogle News